________________
૧૦.
શ્રી શાંતસુધારસ
અને આપણે સંબંધ કેવો છે? અને આપણે જે “સુખ મેળવવા. માગીએ છીએ તેની સાથે એને સંબંધ કેવા પ્રકારનું છે ? એ સર્વ બાબતને વિચાર કરે ઘટે, એ દરેક વસ્તુ અને સંબંધને એને ખરા આકારમાં પૃથકકરણ કરીને ઓળખવા ઘટે અને તે માટે આપણું પ્રત્યેક સંબંધ એના વાસ્તવિક આકારમાં કેવા. છે તેને માટે ઉપર ઉપરને ખ્યાલ કરી અટકી ન પડતાં ખૂબ ઉંડા ઉતરવું ઘટે. ટૂંકમાં કહીએ તે આપણે વિચાર કરી વસ્તુઓને ઓળખવી ઘટે અને આપણી ચારે બાજુ કેવું નાટક ચાલી રહ્યું છે તે બરાબર સમજવું ઘટે અને તે નાટકમાં. આપણે કેવા પાઠ ભજવી રહ્યા છીએ તેની તુલના કરવી ઘટે. - આ પ્રકારની વિચારણા અથવા તુલનાને “ભાવના” કહેવામાં આવે છે. ખરા સુખની પ્રાપ્તિને માગે ચઢવા માટે આ આંતરવિચારણને બહુ અગત્યનું સ્થાન મળે છે. જ્યાં સુધી આપણે શું મેળવવાનું છે તે બરાબર ન જાણીએ અને અત્યારે જેમાં રાચીમારી રહ્યા છીએ તેનું અનૌચિત્ય ન સમજીએ ત્યાં સુધી આપણું પ્રગતિ અશક્ય છે. કોઈ અસાધારણ પ્રસંગોમાં આંતરપ્રકાશ થઈ જાય તે અપવાદ એગ્ય બનાવોને બાદ કરતાં બાકી આપણુ જેવા સામાન્ય પ્રાણીઓ માટે તે આ સાચી વિચારણુ સિવાય બીજો માર્ગ નથી.
આ વિચારણામાં આત્મા છે, આત્મા શાશ્વત છે, એના પર કર્મનાં આવરણે આવી ગયાં છે, પ્રયત્નથી તે દૂર કરી શકાય તેમ છે, આત્માનાં આ પગલિક સંબંધ (કર્મો) દૂર થાય ત્યારે તે એના અસલ મૂળ શુદ્ધ સ્વરૂપે રજુ થાય છે અને એ સ્થિતિમાં ખરા સુખનો સાક્ષાત્કાર થાય છે–આ સર્વ બાબતો સ્વીકારીને ચાલવાનું છે. એ સર્વ બાબતે અનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org