________________
પ્રવેશ—.
-
રાખવાની છે કે “આત્મવશ” કઈ ચીજે કહેવાય અને “પરવશ” કઈ ચીજે કહેવાય તેને આપણે બરાબર ખ્યાલ કરે જોઈએ, સ્પષ્ટ વિચાર કરવો જોઈએ અને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ.
આ નિર્ણય શામાટે કરે? કારણ કે આપણને સર્વને “સુખ મેળવવું ગમે છે પણ સુખ કયાં છે અને કેમ મળે ? તે જાણતા નથી એટલે પછી જે તે મળે તેમાં સુખ માની લઈએ છીએ. હમેશને માટે સુખ મળે એ વિચાર તો આપણને પ્રત્યેકને જરૂર ગમે છે, પણ આપણે ખરા સુખને કદિ વિચાર કરતા નથી, તેના માગે આચરતા નથી, તેનાં સાધને શોધતા નથી અને જરા જરા સુખમાં રાચી જઈએ છીએ. આત્મવશ સુખ ઉપર જ આપણે મદાર બાંધીએ અને સર્વ પરભાવ છોડી દઈએ, પરવશ વસ્તુ કે ધન ઉપર કઈ જાતને આધાર ન રાખીએ તો સુખની જે વ્યાખ્યા સુજ્ઞ પુરૂએ કરી છે તેની પ્રાપ્તિ તરફ આપણું પ્રયાણ થાય. આ તદ્દન સાદી લાગતી વાત કર્તવ્યમાં-ક્રિયામાં મૂકવી સહેલી નથી, તેનું કારણ એ છે કે આપણે સુખનો ખરો ખ્યાલ કદી કરતા નથી, તે કયાં અને કેમ મળે તે વિચારતા નથી, તેનાં સાધનોને અભ્યાસ કરતા નથી, એ સાધન આચરતા નથી અને સાચા માર્ગની સન્મુખ પણ આવતા નથી.
ત્યારે વાત એ થઈ કે આપણે સાચા સુખને ઓળખવું જોઈએ. એ ઓળખ્યા પછી એ કયાં અને કેમ મળે તેનો રસ્તો શોધવો ઘટે. એ વિચારણા માટે આપણે જેને આપણે માનીએ છીએ, આપણે જે ચીજોને આપણે માનીએ છીએ, આપણે જે શરીરને પિતાનું માનીએ છીએ, આપણે જે ધન-ધાન્ય–પુત્ર-પુત્રાદિને પિતાનાં સમજીએ છીએ, આપણે જે છેડે વખત રહેનારા ઘરને ઘરનું ઘર માનીએ છીએ–એ સર્વ વસ્તુતઃ શું છે? એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org