________________
શ્રી શાંતસુધારસ
વેપાર કરીએ, દરજી કપડાં શીવી આપે ત્યારે પહેરીએ, પાણીના નળ મ્યુનિસિપાલિટિ ઉઘાડી આપે ત્યારે પાણી મેળવીએ વિગેરે વિગેરે. ત્યારે આ તે। ગુંચવણ વધતી જાય છે અને વધારે વિચારીએ તેા શરીર પણ પર છે, પારકું છે, ચિરસ્થાયી નથી, આપણુ રહેવાનું નથી, આપણી સાથે આવવાનું નથી, આપણા હુકમમાં નથી, આપણા તાખામાં નથી. ત્યારે શું સમજવુ ? આત્મા અને શરીર જૂદાં છે, આત્મા અને શરીરને સબંધ થાડા વખતને છે.ત્યારે તે શરીર પણ પર' થયું. એ રીતે તે આત્માને વશ હાય એ જ ચીજો સુખ આપી શકે અને આપણે તે બધી મદાર પુન્દ્ગળ અથવા શરીર પર આંધી છે અને પુગળ ( matter) યા શરીર પણ ૮ પર' હાઈ આપણુને ખરેખરા સુખનું કારણ કર્દિ થતું નથી. કદાચ તે દેખાવમાં ઘેાડુ સુખ આપતુ જણાય છે તેા તે સુખ Āકુ' હાય છે, વિનાશી હાય છે અને પેાતાની પછવાડે ગ્લાનિ અથવા દુ:ખ મૂકી જનાર હાય છે.
>
આ વાત ખાસ સમજવા ચેાગ્ય છે. આત્માથી જેટલુ પર તેટલું પારકું જ છે અને પારકાની આશા રાખવી એ સદા નિરાશા જ છે. કદાચ મેગેક્શનથી આપણે વધારે સાંભળી શકીએ અથવા ચશ્મા કે દુરબીનથી આપણે વધારે જોઇ શકીએ, પણ મેગેફાન વિસરાઇ ગયું હાય અથવા ચશ્મા ફૂટી ગયા હોય તે આપણી શી દશા થાય ? અને રસાયેા રસાઈન કરે, રીસાઇ જાય અથવા વગરરજાએ ગેરહાજર રહે ત્યારે આપણે કયાં જવું ? એટલે આત્માને વશ હાય તેટલું જ ખરૂં સુખ છે અને પારકા ઉપર-પર ઉપર આશા રાખી બેસવુ એ વસ્તુત: દુ:ખ છે, કદાચ જરા સુખ જેવું લાગે તે પણ અંતે એ દુ:ખ જ છે, દુ:ખમાં જ પ વસાન પામે છે. આ સાથે એ વાત ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org