________________
પ્રવેશક.
એ “સાચા સુખ’ન સંબંધમાં ખૂબ વિચાર કરી સુજ્ઞ પુરૂષે નિર્ણય કરી ગયા છે કે “જે આત્મવશ ( પિતાને તાબે ) હોય તે સર્વ સુખ છે અને પરને તાબે હોય છે તે સર્વ દુઃખ છે.” સુખ-દુઃખનું આ સિદ્ધ લક્ષણ છે. આપણા જેવા વ્યવહારૂ માણસને પણ તે અમુક અંશે તો સમજાય તેવું છે. આપણે દુનિયાદારીમાં કહીએ છીએ કે “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ.” આપણા પોતાના હાથમાં હોય તો તે વાતને આપણે આપણી જ માનીએ અથવા ગમે ત્યારે આપણું કરી શકીએ. એટલે “ આત્મવિશ હોય તે સર્વ સુખ છે” એ વાત તો ઠીક જણાય છે. આપણું ઘરમાં અનાજ હોય તો તેને ઉપયોગ કરી શકીએ અને ઘરેણાં હોય તે કાળી રાત્રે હકાર આપે. એટલે આપણે એ વાત વગર–સંકોચે સ્વીકારીએ. આપણું નામ પર બેંકમાં રકમ હોય તે આપણે ચેક લખી ગમે ત્યારે જોઇતી રકમ મંગાવી શકીએ એટલે એને આપણે આપણું તાબાની રકમ માનીએ અને સુજ્ઞ પુરૂએ “આત્મવિશ” વસ્તુમાં સુખ કહ્યું તે વાત કબૂલ રાખીએ.
પણ રજાને દિવસે નાણાની જરૂર પડે તે શું ? સરકારે મેરીટેરિયમ” જાહેર કર્યું હોય અને આપણે ચાલુ ખરચ માટે નાની રકમ ખાતામાંથી લેવી હોય તો તેનું શું? ઘરેણું ઘરનું હોય, પણ સેફ કસ્ટડીમાં લેવા જવા જેટલી સલામતી ન હોય તો તેનું . શું ? અનાજના કોઠારની ચાવી રસોયા પાસે હોય અને તે આવી શકે તેવી સ્થિતિમાં ન હોય તે શું? ત્યારે તો પાછા ગુંચવાયા.
પારકાને વશ” એ સર્વ દુઃખ એ વાત તો એકદમ કેમ સ્વીકારાય? આપણે તો ઘણીખરી વાત પારકાને આધીન છે, રસો કે સ્ત્રી રસોઈ કરી આપે ત્યારે જમીએ, ઘરાક આવે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org