________________
શ્રીકળચંદ્રજી ઉપાધ્યાયવિરચિત
છઠ્ઠી અશુચિ ભાવના
(રાગ–કેદારે–ગેડી) મંસ મળ મૂત્ર રૂધિરે ભર્યા, અશુચિ નરનારી દેહ રે; વારૂણીકુભપરે ભાવિયે, અંત દિયે જીવને છેહ રે. મં.૧ અશુભ બહુરાગ કફનિતુ વહે, એ ભખે ભક્ષ્ય અભક્ષ્ય રે; દેહને જાણું જોખમ ઘણું, દેહ બહુ જીવને ભક્ષ્ય છે. મંત્ર ૨
ભાવાર્થ–હે આત્મા ! સર્વ સ્ત્રી-પુરૂષના શરીરે માંસ, મળ, મૂત્ર અને રૂધિર જે લેહી તદ્રુપ અશુચિથી–અપવિત્ર પદાર્થોથી ભરેલા છે. તે દેહને મદિરાના ઘડા જે અપવિત્ર માન–સમજ. વળી એ અપવિત્ર હોવા ઉપરાંત અંતે તે જીવને છેહ આપે છે અર્થાત્ તેનાથી જુદા પડી જાય છે. તેનું ગમે તેટલું લાલનપાલન કર્યા છતાં તે તો આયુસ્થિતિ પૂર્ણ થયે જીવને કહે છે કે–“તું મને છોડીને ચાલ્યો જા.” એ એ કૃતધ્ર છે.
વળી તે દેહ અશુભ છે, બહુ પ્રકારના રોગોથી ભરેલો છે અને તેમાંથી કફ વિગેરે અશુચિ પદાર્થો નિરંતર વહ્યા જ કરે છે. એમ છતાં આ જીવ તે દેહને પ્રસન્ન કરવા ભક્ષ્ય અભક્ષ્ય –ખાવા એગ્ય કે ન ખાવા ગ્ય અનેક પદાર્થોનું ભક્ષણ કરે છે–તેમાં વિવેક જાળવતો નથી, પરંતુ તું સમજજે કે આ દેહને માથે અનેક પ્રકારના જોખમો રહેલા છે અને તે દેહ અનેક જીવોનું ભક્ષ્ય બનવાનો છે. ૧–ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org