________________
૩પ૬
શ્રી શાંતસુધારસ આવી રીતે શરીરની અશુચિ સંબંધી વિચાર કરવા સાથે એનાથી શિવસાધન પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાનમાં રાખવું. એના મેહમાં ન પડી જવું, એની ખાતર પડી ન મરવું અને એને બનતો લાભ લે.
વિકાસમ (Evolution) ને એક મુખ્ય નિયમ એ છે કે એને માર્ગે પડી જવાય તે કામ સુલભ થઈ જાય. અત્યારે તે અમદાવાદ જવું છે અને જી. આઈ. પી. ને માર્ગે ચાલ્યા જઈએ છીએ. એમાં માત્ર ગતિ થાય, પણ પ્રગતિ ન થાય. ધ્યાનમાં રાખવું કે સર્વ ગતિ એ કાંઈ પ્રગતિ નથી. વિચારપૂર્વક વિકાસને માર્ગ હાથ કરવામાં આવે તે જરૂર પ્રગતિ થાય, તેથી વાત એ છે કે આ ભવમાં શિવ સુધી પહોંચી ન શકાય, તે પણ એને રસ્તે તો ચઢી શકાય. અને વિકાસક્રમ સુતરો કર એ તો શરીરપ્રાપ્તિને ખરો ઉપગ છે. એ માર્ગપ્રાપ્તિમાં તરતમતા તો ઘણું છે, પણ જેટલું આગળ વધાય તેટલું લાભકારક છે. છેવટે પાછા ન હઠાય તો પણ લાભમાં ગણવું.
માટે શરીરની ખેટ લાલનપાલના ન કરવી, એની અશુચિ અને ક્ષણભંગુરતા, એમાં અવિશ્વાસ્ય તથા વ્યાધિગ્રસ્તત્વ વિગેરે વિચારવાં અને એની સાથે જ એને લાભ. લેવાના પ્રસંગને જરાપણ જતા ન કરવા. અશુચિ વિચારણા હકીકતરૂપે તદન સત્ય અને તથ્ય છે. એને ઉદ્દેશ બાહ્યાભાવમાં ગૃદ્ધિ ઓછી કરાવી અંતરાત્મ દશામાં દાખલ થવાના સૂચવનરૂપે છે. આ ભાવનાના આ બન્ને પ્રકાર વારંવાર ભાવવા. જળાશય મળ્યું છે, પાન કરતા આવડે તો પી લેવું. આ અવસર ફરી– ફરીને મળશે નહિ, મળો ઘણો મુશ્કેલ છે, માટે તેને લાભ લે.
ઈતિ અશુચિભાવના. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org