________________
એશુચિ ભાવના.
૩૫૫
તણાઇ જવાશે. અને કયાં જવાનું થશે તે તેા પ્રત્યેકે વિચારી લેવાનુ છે. ત્યાં આ શરીર આવવાનું નથી એ પણ ચાક્કસ છે અને અહીં કરેલાં સારાં-ખરાબ કૃત્યા વિચારો કે ભાષાપ્રયાગે કાંઈ અહીં ને અહીં અટકી જાય એવી આશા રાખવી એ તે ફેકટ છે.
માટે કેઇ રીતે વિકાસ વધે, પ્રગતિ થાય, રસ્તા પ્રાપ્ત થાય તેવા માર્ગો આદરી, આ શરીરના લાભ લ્યેા. વિકાસક્રમને એવા મહિમા છે કે એક વખત જે ગાડું રસ્તે ચઢી જાય તે પ્રત્યેક પગલે આગળ ધપાય છે અને તે રસ્તા પ્રાપ્ત કરવા જેટલું સામર્થ્ય, આવડત, અનુકૂળતાએ, સગવડા એ સર્વ અત્ર લક્ષ્ય છે. માદકુવરીના મિત્રા વિચારશીલ હતા, રાજા હતા; વળી ગયા ભવમાં આત્મવિકાસ કરોને આવ્યા હતા. તેમણે શરીરને ધમ સમજાતાં સાચા રસ્તા જાય અને જોવાની સાથે જ ચેતી ગયા. આનું નામ વિકાસક્રમની પ્રાપ્તિના લાભ કહેવાય.
સનત્કૃમાર મહાન્ ચક્રવત્તી રાજા હતા. અને શરીર પર ખમ માહ હતા. એને ગર્વ પણ ખરા ! પણ જ્યારે એણે દેવતા પાસેથી શરીરમાં વિકારા થયેલા જાણ્યા ત્યારે એ રડવા ન બેઠા. એણે છ ખંડ પૃથ્વી છેાડી દીધી. સચમ લઈ આરાધના કરી. ઔષધ કરવા આવનાર દેવવૈદ્યો પાસે અંતરના વ્યાધિની વાત કહી પણ અહારના વ્યાધિની દરકાર ન કરી અને અતે એક માસની સલેખના કરી ત્રીજે દેવલાકે ગયા. આનું નામ તે વિકાસદશા કહેવાય ! કાંઇ શરીરનું અપવિત્રપણુ વિચારી ગભરાઇ જવાનું નથી, સનત્કુમાર જેવું સામર્થ્ય વાપરી રસ્તે ચઢી જવા માટે આ ભાવના છે. એના જેટલુ મળ ન હેાય તે જેટલા અને તેટલા વિકાસ તે સાધવા એ ખાસ જરૂરી ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org