________________
૩૫ર
શ્રી શાંત થાજો નથી. એ પાતળું પડે તો ક્ષયરોગની ચિંતા થાય છે, એ હું થઈ જાય તો પક્ષઘાત કે હૃદયના વ્યાધિની ચિંતા થાય છે, એને હાલતાંચાલતાં શરદી લાગી જાય છે, એને અનેક જાતના શસ્ત્રપ્રયોગ Operations કરાવવા પડે છે, એની અંદરની યંત્રવ્યવસ્થા એટલી ગુંચવણવાળી છે કે સેંકડે વ્યાધિઓનું એ ઘર છે અને એને અટકી જતાં, તરડાઈ જતાં અને ખલાસ થઈ જતાં વાર લાગતી નથી. કેઈ દમવાળાની પીડા જોઈ હોય તે ધમણ ચાલતી લાગે અને ઉધરસ ખાતાં કે બડખા પાડતા જોયા હોય તો ચીતરી ચઢે. આ વાત લંબાવીએ તો કયાં અટકવું તે સૂઝે તેમ નથી. આવી રીતે અનેક વ્યાધિનું ઘર એ શરીર છે અને તેને માટે અનેક ગ્રંથે લખાયા છે જે વૈદકીય ગ્રંથ કહેવાય છે, કેઈ એને આયુર્વેદ પણ કહે છે. શરીરના વ્યાધિઓ પર ગ્રંથ, એને અભ્યાસ, એને ધંધે અને એ સંબધી આટલી વિચારણાઓ !
ઉપરની ચામડી ન હોય તો આ શરીરની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જેના ઉપર મેહ થાય. એના કયા વિભાગને ઉઘાડ્યો હોય તે પ્રાણું થુથુ ન કરે? એ જ એક પ્રશ્ન રહે છે અને છતાં મહારાજાએ આને એ તે દારૂ પાયે છે કે એ એને ચુંબન ભરવા મંડી જાય છે! એ એના સ્પર્શમાં સુખ માને છે. એના અભિન્કંગમાં લીલા કરે છે. એ જ ઘડીએ જે ઉપરની ચામડી ખરી પડે તો આ ભાઈશ્રી ત્યાં એક મિનિટ પણ ઊભું રહે ખરે? અને એનું નામ જ કેફ, એ જ મેહની મદિરા, એ જ વિવેકબુદ્ધિને નાશ ! કે વખત માંદા માણસ પાસે જવાનું થાય અને તેને ઉધરસ આવતી હોય, પાસે બડખા નાખવાનું વાસણ પડયું હોય, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org