________________
અશુચિભાવના.
૩૫૩ વખતે મનમાં શે વિચાર આવે છે? દુર્ભાગ્યે એવા વખતના વિચારે કાયમ રહેતા નથી એટલે આ પ્રાણું પાછો ધંધે વળગી જાય છે અને પિતાને જાણે એવા શરીર સાથે સંબંધ જ નથી એવી બેદરકારીમાં દેડ્યો જાય છે.
આખા શરીરની રચના જુએ ! એની અંદર નાડીઓ, લોહીનું વહન, શિરાઓ વિગેરેને વિચાર કરે. આંતરડાના મળને ખ્યાલ કરો અને સારામાં સારા અન્ન, દૂધ અને પાણીની થતી અવદશા વિચારપૂર્વક ધ્યાન પર લે તો ઘણે મોહ ઓસરી જાય તેમ છે. શરીરના પ્રત્યેક ભાગને આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે બહુ જાણવા જેવું મળે તેમ છે એમાં કશે સંદેહ નથી.
એક બીજી વાત. આપણે કપડાં દરરોજ શા માટે ધોવા પડે છે? શું એને બહારની રજ લાગે છે એટલા માટે જ? ના. શરીરમાં સાડાત્રણ કરોડ દ્વાર (રામરાજી) છે. તે પ્રત્યેકમાંથી દુર્ગધ અને અપવિત્ર રજ-પરસેવો વિગેરે નીકળે છે. એ સારામાં સારાં પડાંને પણ અપવિત્ર બનાવે છે. એવા શરીરની આસનાવાસના કરવી કેમ પાલવે અને એને ચાટવું તે વાત શેભાસ્પદ ગણાય ખરી! જે ખાધેલ ખોરાકને તુચ્છ બનાવે, વસ્ત્રોને મેલવાળાં બનાવે, લગાડેલ પદાર્થને દુર્ગધવાળા બનાવે અને જરા પડે તો પડી જાય, હાડકાં ભાંગે તે દિવસ સુધી પથારી કરાવે અને દરરોજ અનેક પ્રકારની ચાકરી માગે તેવા શરીરની સાથે કેમ કામ લેવું તે સમજણથી વિચાર કરવા જેવું છે.
આવી રીતે અનેક કારણે શરીર અપવિત્ર પદાર્થોથી ઉપર્યું છે, અપવિત્ર પદાર્થો વચ્ચે વધ્યું છે, અપવિત્ર પદાર્થોથી ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org