________________
અશુચિ ભાવના.
પવિત્રતા પ્રાપ્ત કરવા માટે તેને સુંદર જળાશય મળ્યું છે. તળાવે જઈને તરસ્યા આવે તે તો નિપુણ ન જ ગણાય. તેને પવિત્ર આગમરૂપ જળાશય મળ્યું છે તેના કાંઠા ઉપર બેસીને તું કેણુ છે? તારૂં સ્થાન શું હોઈ શકે ? તું ક્યાં આવી ચલ્યો છે ? અને શા માટે આ હેરાફેરા કરી રહ્યો છે ? તે સર્વ વિચાર. એ જળાશયમાં તારી સર્વ જિજ્ઞાસાને તૃપ્તિ મળે એટલું પાણી ભરેલું છે. તે વિનાસંકેચે એ પાણીનું પાન કર, તારી તને ઓળખ અને તારું પોતાનું સ્થાન સમજી લઈને તે પ્રાપ્ત કરવાના માર્ગો શોધી લે. અને તારી ઘણું વખતની તૃષા છે તેને તું છીપાવી લે.
ખાસ કરીને એ જળાશયમાં શાંતસુધારસ ભરેલું છે તે અમૃતનું પેટ ભરી ભરીને પાન કરી લે. આ અવસર ફરી ફરીને મળશે નહિ. માટે “અવસર પાય ન ચૂક ચિદાનંદ' એ વાત ધ્યાનમાં રાખ. શાંતરસ–અમૂલ્ય અમૃતને દરીયો તને મળી ગયો છે તેને તું બને તેટલે લાભ લે અને પેટ ભરી ભરીને એ રસને પી લે. આ તકને લાભ લે. આવાં જળાશય
જ્યાં ત્યાં મળતા નથી અને મળે ત્યારે ઓળખાતાં નથી. તે અત્યારે જળાશય જોયું છે અને તારા પર દયા કરીને પાણી પાનાર પણ મળી ગયા છે તે હવે તેનો બને તેટલો લાભ લે.
આ ભાવનામાં શરીરની સ્થળ રચવાની કિલષ્ટ બાસુ બતાવવા સાથે આ કાયાને મોક્ષદ્વાર પણ બનાવી શકાય છે, એ વાત કરીને શરીરના અને ઉપયોગ બતાવવામાં કર્તાએ બહુ કુશળતા બતાવી છે. તદન સામાન્ય વસ્તુને ઉપયોગ કરતાં આવડે તે નુકશાનમાંથી પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org