________________
શ્રી શાંતસુધાન્સ
પણ તારે તો શરીર સાથે પાનાં પડ્યાં છે, ત્યારે હવે કાંઈ એવું કર કે અત્યારે તને જે ખરાબ લાગે તેવું પ્રાપ્ત થયું છે તેમાંથી પણ તું લાભ મેળવી તેવા શરીરને પણ તું દુગંછનીયને બદલે શ્રેષ્ઠ બનાવી શકે. તારા હાથમાં રસ્તો છે. તારામાં ખરી શિયારી હોય તે તું તેવો રસ્તો લઈ શકે તેમ છે. એ શરીરની અંદરની અપવિત્રતા તો તું દૂર કરી શકે તેમ નથી, પણ તારી પાસે એક બીજો કીમિયે છે તે અજમાવ. આ તારા શરીરને શિવસાધનમાં જોડી દે, કારણ કે એની દ્વારા એ લાભ તું લઈ શકે તેટલું સામર્થ્ય તારી દ્વારા તેનામાં છે તે ઉપર જોયું તું ગણતરીબાજ સમજુ પ્રાણું છે. તું વ્યાપારી છે તો તારે છેવટે ભાંગ્યાના વટાવ તો જરૂર કરવા ઘટે અને આ તે અણધાર્યો લાભ છે. તારો વિકાસ તું એટલે બધે વધારી શકે તેમ છે કે તું એ શરીરથી પૂરતો લાભ મેળવી શકશે અને તું એવું કાર્ય કરી શકીશ કે ત્રિદિવેધર જેવાં પણ તારા શરીરની–મનુષ્યભવની ઈચ્છા કરશે. આ દાખલે ખરેખર તારે બેસાડવા જેવું છે. નહિ તે પછી આવ્યું તે ચાલ્યા જઈશ અને અંતે એ શરીરને પૈસા ખરચીને બાળવું પડશે કે જમીનમાં દાટવું પડશે. * ચેતન ચાર ગતિ મેં નિશ્ચ, મોક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુરપણુ કાકી, જિસકુ અનર્ગમાયા રે. ”
આવી તારી કાયા છે, માટે ગભરાવાનું કારણ નથી; પણ તું મલકાઈ ન જતો. એ કાયાની કિંમત એટલા માટે જ છે કે એ મોક્ષદ્વાર છે, પણ જે તેને તું વેડફી નાખ તે નરકદ્ધાર પણ એ જ છે. તારો વિકાસકમ સુધારવાને આ અવસર છે, માટે નિપુણતા દાખવીને, સ્વસ્વરૂપ નિષ્પાદન કરીને એને તું અતિ પવિત્ર બનાવી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org