________________
૩૪૬
શ્રી શાંતસુધાર-સ બનાવે છે અને એ જે શરીર કહેવાય છે તેને તું પવિત્ર માને છે. તારે તારા વિચારને ફરી વાર તપાસી જવાની જરૂર છે અને એમ કરીને તારી વિચારણામાં વિવેકને સ્થાન આપવાની ખાસ જરૂર છે. હવે તું વગર લગામે ક્યાં સુધી ચાલ્યા કરીશ તેને ખ્યાલ કર.
૭. આ શરીરને માટે નીચેની બાબતે વિચારી જે. (ક) એ પુગળને સમૂહ છે. (ખ) એ મળથી ભરેલું છે. (ગ) એમાં માત્ર કરે છે અને કોઈ સારી વસ્તુ નથી. (ઘ) એ સારા પદાર્થોને ખરાબ કરનાર છે. (ડ) એ સુંદર કપડાંને દુર્ગધી બનાવનાર છે.
આમાંની કઈ પણ બાબતને માટે ખુલાસાની ખાસ જરૂર હવે રહેતી નથી. શરીર પુગળનો ઢગલે છે એમાં કાંઈ સંદેહ જેવું નથી. એની અંદરની સર્વ વસ્તુઓ સ્થળ છે એમાં કઈ જાતની શંકાને સ્થાન નથી અને એ સારી વસ્તુને બગાડી મૂકે છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ.
ત્યારે શું એ શરીરને ફેંકી દેવું? એનો ઉપયોગ કાંઈ કરે કે એને ફંગળી દેવું? એ વિચારવા જેવી વાત છે. કેટલાક એને મોજશેખનું સાધન માને છે, કેટલાક એનાથી ખાવાને શોખ પૂરો કરે છે, કેટલાક એને સુગંધી લેવાનું સ્થાન માને છે, કેટલાક એનાથી સારાં રૂપો, સ્ત્રીઓ, ચિત્ર જેવામાં સાર્થક્ય માને છે, કેટલાક એમાંથી સારાં ગાન સાંભળવામાં લાભ માને છે, કેઈ એને ચુંબન કરવાનું અથવા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org