________________
અશુચિભાવના.
૩૪૫ માટે કેટલી તૈયારી કરે છે. એક શાક બનાવવું હોય તે તેમાં ધાણા, જીરૂ, મીઠું, મરચાં, તેલ આદિ અનેક પદાર્થો નાખે છે. મીઠાઈ બનાવવી હોય તે મોટી ખટપટ કરી મૂકે છે. સાકરની ચાસણી, પદાર્થોની વિપુળતા અને તૈયાર કરવાનાં તથા ઉપર ચઢાવવાનાં અનેક સામાન લાવે છે. ઉપર વળી ઘી તથા બદામ, પિસ્તા, ચાળી વિગેરે નાખે છે.
અનેક સામગ્રીઓથી તૈયાર કરેલું અન્ન ખાધા પછી પેટમાં જાય છે. ત્યાં ચાર કલાક બાદ એ સર્વનું શું થાય છે? એની વિષ્ટ થાય છે, તેને જોઈ તું થુકે છે, તેને કાઢવા પ્રયત્ન કરે છે અને તેના તરફ સૂગ લાવે છે. એક સુંદર થાળમાં અનેક સુંદર રસોઈની ચીજો, મીઠાઈઓ, શાકાદિ હોય તે પેટમાં ગયા પછી આ દશા પામે છે.
તે ગાયનું દૂધ વાપર્યું હોય અને તેના ઉપર સાકરાદિના પ્રવેગ કર્યો હોય તેનું અંતે મૂત્ર થાય છે અને તેને ક્ષેપ કરતાં પણ તારે વિવેક રાખવું પડે છે અને નહિ તે તારે દંડ થાય છે. ગાયના મૂત્રને તો ઉપગ પણ થાય છે, પણ એના દૂધને તેં ઉપચાગ કર્યો તે પછી તેનું જે મૂત્ર તારા શરીરમાં થાય છે તે તો અતિ નિંદનીય બને છે. તારા મૂત્રની કિમત ગાયના મૂત્ર જેટલી પણ નથી એ ધ્યાનમાં રાખજે.
આ સર્વ દાખલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તારું શરીર તે સારામાં સારા પદાર્થોને ખરાબ કરનાર છે અને તારા શરીરમાંથી કચરો જ બહાર નીકળે છે. આવી શરીરની બાહ્ય સ્થિતિ છે. એ સારાને બગાડે છે, સુંદરને વિય કરે છે, પૃશ્યને અસ્પૃશ્ય કરે છે, સંબંધમાં આવનારને વિકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org