________________
અશુચિ-ભાવના.
૩૪૧ એની લાળ પણ કેવી હોય છે! કોઈ એને (લાળને) અડી જાય કે એ કેઈ વસ્તુને અડી જાય તે તે વસ્તુ અભડાય છે. મનુષ્ય બનતા સુધી કોઈનું બટેલું પાણું પીતે નથી, કોઈએ ચાખેલ અન્ન ખાતે નથી, કારણ કે લાળમાં અનેક જાતિના પગલે ભરેલ હોય છે અને તે ચેપથી રોગોને પણ મોકલી આપે છે. એ લાળનો આકાર અને રંગ પણ સૂગ લાવે તેવા હોય છે. કેઈએ મહે અણાવ્યું હોય તે તેની પાસે ઊભા રહેવું પણ ગમે નહિ એવી લાળ દિવસ સુધી નીકળે છે. - શરીરની આ સ્થિતિ છે! એક મુખની વાત કરી ત્યાં આટલી વૃણે આવે છે તે એના પ્રત્યેક વિભાગની વાત કરવામાં આવે તે તો શું શું થાય? વાત એ છે કે તાંબલવાળા મુખની સુગંધી પૂરી પાંચ-પંદર મિનિટ પણ ટકતી નથી અને અંતે અસલ સ્થિતિ આવી જાય છે. બહારના ઉપચારથી કરેલ સારો દેખાવ તે કેટલે ટકે?
૪. ખરી વાત એ છે કે શરીરમાં જે પવન જાય છે તે ત્યાં એવા પદાર્થોના સંબંધમાં આવે છે કે એ અસુધી થઈ જાય છે, વિકારવાળો થઈ જાય છે અને સુગંધી પદાર્થોને મુખમાં રાખીને એ દુર્ગધને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે તે નિરર્થક થાય છે.
આવા તો અનેક નિષ્ફળ પ્રયત્ન પ્રાણું વારંવાર કરે છે. એ શરીરની અંદરની દુર્ગધી છુપાવવા માટે કેક કેક પ્રયત્ન કરે છે. એના ખેરાકમાં, એના સ્નાનમાં, એના પીણામાં, એના કપડાંમાં, એના ઘરેણામાં એ પ્રયત્ન વારંવાર દેખાય છે, પણ છતાં એ એક પણ પ્રયત્નમાં લાંબા વખત સફળ થતો નથી અને સફળ ન થવા છતાં એ નવા નવા પ્રો કર્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org