________________
૩૪૦
શ્રી શાંત ધારન્સ
તું જે ! કેઈ કુવા કચરાના હોય છે. દેશમાં એને ખાળકુવા કહે છે. એમાં મળ અને મૂત્ર એકઠાં થાય છે. એ કુવાને સારે કેણ માને ? જેની વાત કરતાં ભવાં ચઢી આવે અને નજીક જતાં નાક આડે રૂમાલ રાખવો પડે તેને સારો કેણ ગણે? એની વાત પણ કેણ વિચારે? અને એના સંબંધમાં માનપૂર્વક વિચાર તે કણ જ કરે ?
આ દેહ છે! જેને માટે પ્રાણી કેક કૈક કરી નાખે છે તે દેહ આવો છે, તેના મૂળ આવાં છે અને તેનાં પરિણામ આવાં છે. માત્ર એ બાબત તરફ આંખમીંચામણાં કરીને એ વાતને રાળીટાળી નાખવામાં આવે તો તે કાંઈ કહેવા જેવું નથી, બાકી એમાં એક પણ ભલી વાત હોય એમ જણાતું નથી,
૩. પિતાની પાસે આવનારા પદાર્થોને શરીર કેવાં બનાવી દે છે તેને એક દાખલો જુએ. પિતાનું મુખ સુંદર લાગે અને અંદરને પવન સુગંધી જણાય તેટલા માટે પ્રાણી પાન ( તાંબૂલ ) ખાય છે. પાનનાં બીડામાં તે એલચી, લવીંગ, બરાસ વિગેરે અનેક સુગંધી પદાર્થો નાખે છે અને પછી તે પાનને કાથા-ચુના સાથે ખાય છે. આવા માણસની પાસે નીકળે તે તેના મુખમાંથી સુગંધી નીકળતી જણાશે, પણ સવાલ એ છે કે એ સુગંધી કેટલો વખત ટકશે ? પાન ચવાઈ રહ્યું અને એક–એ પીચકારી મારી કે પાછું એ ભગવાન એના એ. આ સ્થિતિ શું બતાવે છે ? વાત એ છે કે મુખ પિતે અસુગંધી છે. અંદર જ્યારે પવન જાય છે ત્યારે તો તે શુદ્ધ હોય છે, પણ અંદરથી દુર્ગધ (Carbon) નીકળે છે. બહાર નીકળતા પવન એ દુર્ગધ લઈને નીકળે છે. અરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org