________________
અશુચિભાવના.
૩૩૯
સ્થાનમાં–માતાના પેટમાં શું ભરેલું હોય છે તે તું જે. એના ઉત્પત્તિસ્થાનની બાજુમાં મૂત્રાશય, આંતરડા, માંસ, મેદ, વિષ્ટા, હાડકાં વિગેરે ભરેલાં હોય છે. આવું એનું ઉત્પત્તિસ્થાન છે અને ત્યાં એ લગભગ નવ માસ પર્યત રહે છે. એની આસપાસ મળ હોય છે અને એ મળથી વિંટાયેલ હોય છે. વળી એ શરીર પોતે મળ અને કચરાને જ પિંડ છે. શરીરમાં મળીને તે પાર નથી. એમાં મૂત્ર, વિષ્ટા, લેમ્પ, કફ, પિત્ત, પસીને આદિ ભરેલાં છે એટલે એ મળને તો ખાડે છે તેમજ કચરાને પણ ખાડે છે; કારણ કે એ ખરાબ પુગળોને સમૂહ છે. એમાં એ સિવાય બીજું કાંઈ પણ નથી.
એવા ઉત્પત્તિસ્થાનવાળા અને એવા મળ-કચરાથી ભરેલા શરીરમાં તે સારી વાત શી હાય ? તેમાંથી તું કઈ વસ્તુની અપેક્ષા રાખે છે ? જેનાં જેવાં મૂળ તેવી તેમાંથી ઉત્પત્તિ થાય છે. આકડે વાવીને આંબાની ઉત્પત્તિની આશા રાખવી એ કેવળ મૂઢતા છે. વીચ અને શુક્રમાં વિવર્ત થાય, તેમાંથી જે શરીર ઉપજે એમાં પ્રેમ ઉત્પન્ન કરે એવી શી ચીજ હોય ? અને કેમ હોઈ શકે?
એને ગમે તેટલું ઢાંકવામાં આવે, એના ઉપર ગમે તેવાં લુગડાં કે ઘરેણું પહેરાવવામાં આવે પણ એમાંથી અતિ બીભત્સ વસ્તુ વારંવાર ઝર્યા કરે છે. કપાળ ઉપર દામણી બાંધી હોય કે હાથ બંગડીઓથી, વીંટીઓથી, ઝવેરાતથી ભરી દીધા હેાય અને ગળામાં નવસર મેતીની કે લીલમની માળા પહેરી હોય અને ઉપર મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય તે પણ સુંઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ તે શરીરમાંથી ઝખ્યા જ કરે છે. હવે આવાને માટે તે દાખલો પણ શું આપો?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org