________________
૩૩૮
શ્રી શાંતસુધારસ
તે શક્ય છે તેથી તુ મહાતેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે, તેજસ્વી છે, ઉજ્જવળ છે અને તને ભેદ્યજ્ઞાન શકય છે. તારામાં અત્યારે પણ તારૂ શુ છે અને પર શુ છે? તે વિચારવાની શક્તિ છે. એ વિવેક જ્યાં જાગે ત્યાં ખરા રસ્તા પ્રાય: હાથ લાગી જાય છે. વર્તન પહેલાં વિવેક થાય ત્યારે વર્તનમાં આનંદ આવે છે. આથી તુ જાગૃતવિવેક છે.
આવાં આવાં અનેક રત્ના તારામાં ભરેલાં છે અને તુ તેથી તન્મય છે. તુ તારા શરીરને વિચાર કરે છે, પણ તે તે મળથી ભરેલુ છે અને મહાપ્રયત્ને પણ શુદ્ધ થઈ શકે તેવું નથી. તું તેટલા માટે તારા પોતાના જ વિચાર કર અને તુ કેવા છે તેની ચિંતવના કર. જે અંતે પેાતાનું નથી, મહાદગાબાજ છે અને હાય ત્યાં સુધી જે અનેક નકામી ઉપાધિઓ ઊભી કરે છે તેના વિચાર તુ છોડી દે અને તારા વિચાર કર, તારા પેાતાના વિચાર કર.
તુ શરીરના માહ છેાડી શકતા નહાય તેાતુ નીચેની હકીકત વિચાર અને તેટલું છતાં પણ તને શરીર પર માહ થાય તે તું જાણ; પણ જો તુ જરા પણ વિવેકપૂર્વક વિચાર કરીશ તા ખીજું પરિણામ નહિ આવે. જો તારા શરીર સંબંધમાં નીચે પ્રમાણે વિચારે છે તે તપાસી જો, ખરાખર ઊંડા ઉતરજે અને પછી નિર્ણય કરજે.
૨. પ્રથમ તુ તપાસ કરીને જોઇશ તા સમજાશે કે શરીરની ઉત્પત્તિ જ એવી રીતે થાય છે કે એમાંથી તુ કાંઇ સારી આશા રાખ એ સર્વથા ફોકટ જ છે. પુરૂષનુ વીર્ય અને સ્ત્રીનું રૂધિર એ અન્ને ભેગાં થાય ત્યાં એ શરીરની ઉત્પત્તિ થાય છે. પછી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org