________________
અશ્રુત્રિ ભાવના.
LO
અને છતાં તેને કાંઇ લાભ લેવા હાય તે! તારૂં મનરૂપ કમળ ઉઘાડ અને તેની અંદર ઊંડા ઊતરીને જો. તું ઉપર ઉપરના વિચાર છેડી દઈને અંદર ઊતર. તને ઘણું જાણવાસમજવા જેવું ત્યાં મળશે.
આ તારા શરીરને પ્રેરનાર, મનકમળને વિકસાવનાર અંદર એક મહાપવિત્ર વિભૂતિ બેઠી છે. એ કેવી છે તેના ખ્યાલ કર. એ પવિત્ર છે, એ વિભુ છે, એ એક છે, એ મહાતેજોમય છે અને એ જાગૃતિવવેક છે. એ તુ પોતે જ છે, પણ તુ એવી ગડબડમાં પડી ગયેલ છે કે તારા પેાતાના સ્વરૂપને તું ભૂલી ગયેલ છે. જો તે આ પ્રકારે છે:
તારૂં અંતરાત્મસ્વરૂપ પ્રકાશે ત્યારે તું મહાપવિત્ર છે. તારામાં પરમાત્મદશા પ્રાપ્ત કરવાની સત્તા છે. માત્ર તારી પેાતાની શક્તિના ઉપયાગ કરવાથી તે પ્રાપ્ય છે, પરંતુ તુ ખરેખર શુદ્ધ-નિર્મળ છે, મહાપવિત્ર છે અને તારામાં અનત જ્ઞાન ભરેલું છે. અનત જ્ઞાનથી તુ સર્વ પદાર્થને જોઇ શકે તેટલી તારામાં શક્તિ છે. એ દૃષ્ટિએ તુ સર્વવ્યાપી છે અને તેથી કરીને તુ વિભુ છે. વિભુ એટલે સર્વવ્યાપી, જ્ઞાનદષ્ટિએ તું ખરેખર વિભુ છે. જ્ઞાન સર્વ જ્ઞેય વસ્તુને જાણી શકે છે અને તેથી તુ સર્વત્ર જ્ઞાનની નજરે છે. તુ પાતે એક છે. તારૂં વ્યક્તિત્વ ખરાખર સ્પષ્ટ છે. તારા અસંખ્ય પ્રદેશ છે તેને એક તરીકે બતાવનાર છે. નાયક તરીકે તારા સર્વ અસખ્ય પ્રદેશમાં તું ફરી વળેલ ( પરિણત ) છે. તારૂ વ્યક્તિત્વ સદા સિદ્ધ છે. વળી સર્વ વસ્તુનુ તારે અંતરદર્શન થાય છે—તારે માટે
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org