________________
૩૪૨
શ્રીશાંતસુધાર-સ અત્યારે તમે કઈપણ ચિત્રવાળા છાપા વાંચશો તો તેમાં સંદર્યશાળી કેમ દેખાવું તેના અનેક પ્રયોગો જશે. ત્યાં તમે જાહેર ખબરના રોકડા વાંચશે. એક બાલ કેમ સાફ રાખવા એને માટે સેંકડો વાતે જોશે. મુખ પર લગાડવાના પફ પાઉ ડર, ક્રીમ ઓઈન્ટમેન્ટ ને અને તેના ડાઘા દૂર કરવાની જાહે. રાતની હારની હાર જોશો. અંદરને કચરો દૂર કરવાની પદ્ધતિ અને પ્રયોગો પર ઉલ્લેખ કરવામાં આવે તો પૃષ્ઠ ભરાય તેમ છે. આ સર્વ નિષ્ફળ પ્રયત્ન છે, અગ્યને વધારે પડતી અપાતી અગત્ય છે અને સમજણ વગરની બાળચેષ્ટા છે. આ નવયુગની વાત પ્રસંગોપાત થઈ ગઈ, પણ જે વખતે આ મૂળ પુસ્તક લખાયું ત્યારે પણ શરીરને મળ દૂર કરવાના નિષ્ફળ પ્રયત્નો અનેક પ્રકારના થતા હતા. યુગે યુગે પદ્ધતિ ફરે છે, પણ મુદ્દે તે એકનો એક જ રહે છે.
આવા શરીરને તું વારંવાર ચાટ્યા કરે છે અને એને સંધ્યા કરે છે ! તારી આવી ચેષ્ટાઓ જોઈને સમજી-વિચારક માણસો મનમાં હસે છે. તેઓને એમ થાય છે કે આ માણસ આખો વખત શરીરને ઘસ્યા કરે છે અને પવિત્ર કે સુંદર બનાવવા મથે છે એ તે કાંઈ ડહાપણની વાત ગણાય છે ?
અનેક વાર ન્હાવાથી શાચધર્મ પળાય છે એ માન્યતામાં વિચાર કર ઘટે છે. જે શરીર અપવિત્ર વસ્તુથી જ ભરેલું છે તેને બાહ્યશૌચ કરવાનો પ્રયત્ન નિષ્ફળ છે. વિશિષ્ટ હેતુપૂર્વક સ્નાનાદિની વાતને અત્ર સ્થાન નથી, પણ માત્ર બાહ્યશુદ્ધિ (શૌચ) માં જ પર્યવસાન સમજનાર શરીરનો ધર્મ સમજે, એની અંદરની વસ્તુઓને વિચારે, એ વસ્તુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org