________________
અશુચિભાવના.
૩૨૭
અને આ ભાવનામાં અધિકારી દેહ છે એ વાત ખાસ લક્ષ્યમાં રાખવી. હવે આપણે ગ્રંથકર્તા સાથે ચાલીએ.
એક માટીનો ઘડો હોય, તેમાં દારૂ ભર્યો હોય, તે ઘડામાં નાનાં-મોટાં કાણાં હોય અને એમાંથી દારૂ આગળ-પાછળ ઝમ્યા કરતો હોય. આવા ઘડાની કલ્પના કરો. હવે એ ઘડાને શુદ્ધ કરવો હોય–સાફ કરવો હોય તે કેમ થાય? એને બહાર માટી લગાડવામાં આવે પણ માટીના ઘડામાં તો નાનાંમોટાં છિદ્રો પારવગરનાં હોય છે. આ ઘડો જ છિદ્રવાળો (pourous) હોય છે. એને બહાર માટી લગાડવામાં આવે અને અંદરનો ભાગ શુદ્ધ ગંગાજળથી સાફ કરવામાં આવે તે પણ દારૂને ઘડે સાફ થાય ખરે ?
એવી જ રીતે આ શરીરમાં અતિ બીભત્સ હાડ, વિષ્ટા, મૂત્ર અને લેહી ભરેલાં છે. તેને ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકે નહિ. એને સાફ કરવા માટે બહારથી ગમે તેટલા પદાર્થો લગાડવામાં આવે અથવા અંદરથી સાફ કરવા રેચ લેવામાં આવે તો પણ એ એવા–એવા પદાર્થથી ભરેલ છે કે દારૂના ઘડાની પેઠે એને સાફ કરવાના એને પવિત્ર બનાવવાના સર્વ પ્રયત્ન તદ્દન નકામા નીવડે છે. શરીરની અંદર કેટલાક પદાર્થો તો એવા ભરેલા છે કે જે બહાર નીકળી શકે તેમ પણ નથી. દારૂના ઘડામાં દારૂ તો કદાચ ફેંકી દઈ શકાય, પણ હાડકાં કે લેહી, ચરબી કે નસે કાંઈ દૂર કરી શકાય તેમ પણ નથી. આથી એ શરીરને પવિત્ર કરવાનું કાર્ય વધારે મુશ્કેલ બને છે. દારૂનો ઘડે સાફ થઈ શકતો નથી, પવિત્ર બનાવી શકાતું નથી, તો પછી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org