________________
૩૨ ૬
શ્રી શાંતસુધારસ
વિચારણું છેવટના ઉપસંહાર પર રાખી એ શરીર પોતે કેવું છે તે પર વિચાર કરીએ. એ શરીરમાં શું ભરેલું છે? એ સારા પદાર્થોને પણ કેવું ખરાબ રૂપાન્તર કરી આપે છે અને એની ગમે તેટલી શુશ્રુષા કરવામાં આવે તો પણ એની નૈસર્ગિક અપવિત્રતા જઈ શક્તી નથી એ મુદ્દા પર ખાસ ધ્યાન ખેંચવાનું છે. આ વિચારણા કરતાં શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે તે વિચારી જવું. એમાં ખાસ કરીને માંસ, લોહી, હાડકાં, મેદ, વીર્ય, ચામડી આદિ ભરેલાં છે. એને નખ, બાલ ઉગે છે એ વાત ધ્યાનમાં રાખવી, અને એમાં એવી વસ્તુઓ ભરેલી છે કે જે ઉપર મઢેલી ચામડી કાઢી નાખી હોય અથવા અંદરની કેથળીમાં ભરેલી ચીજોનું બહાર પ્રદર્શન ક્યું હોય તો આ પ્રાણું તેની સામું જુએ નહિ, એટલું જ નહિ પણ એ પ્રત્યેક ચીજ જોઈ એને સુગ ચઢે, ઉલટી આવે અને એ મુખમાંથી શું કે. આવી વૃણા ઉપજાવે તેવી ચીજો શરીરમાં ભરેલી છે.
આ ભાવના શરીરને એના ખરા આકારમાં બતાવનારરજુ કરનાર છે. તેમાં ન ગમે તેવી વાતો પણ આવશે, પણ વસ્તુસ્થિતિ બતાવવાની હોય ત્યાં સંકોચ કર્યો પાલવે નહિ. શરીરને જ્યાં સુધી સાચા આકારમાં સમજવામાં ન આવે ત્યાં સુધી એને પંપાળવામાં પ્રાણ પાછો પડે તેમ નથી, તેથી એને ખરા સ્વરૂપે ચીતરવાની ખાસ આવશ્યકતા છે.
આ ભાવના બીજી સર્વ ભાવનાથી જુદી પડી જાય છે. એ દેહાશ્રિત છે અને દેહને ચીતરનાર છે એ વાત ધ્યાનમાં રાખવી. આત્માને અનિત્યતા બતાવતાં કે એક અગર અન્યત્વ ભાવ બતાવતાં જે વિચાર થાય તેમાં અધિકારી આત્મા છે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org