________________
અશુચિભાવના
: પરિચય – (જ. ૧.) શરીર અને આત્મા જુદાં છે એ વાતનો વિચાર ખૂબ થઈ ગયે. એ બન્નેનો ભિન્નભાવ હવે દર્શાવવાની જરૂર રહે તેમ નથી, છતાં કર્મ–જંજીરમાં પડી આ જીવ–આત્મા શરીરમાં એટલે ગુંથાઈ ગયા છે કે આત્મા અને શરીર જાણે એક જ હોય એમ માની એ (આત્મા) શરીરને ખૂબ પંપાળે છે, એની આળપંપાળ હદ બહાર કરે છે અને એ જરા દુબળું પડે તો પોતે પણ દુબળો પડી જાય છે. જેલમાં દર પખવાડિયે તોલ લેવાય છે ત્યાં પણ એ બે-પાંચ રતલ ઓછો થાય તો અનેક પ્રકારની ફરિયાદ કરે છે અને વધારે દૂધ વિગેરે મેળવવા યત્ન કરે છે. એ શરીર ખાતર અનેક દવા ખાય છે અને ઘણીવાર તે જે વસ્તુને અડતાં પણ પાપ લાગે અને જેનાં નામે બેલતાં ઉલટી આવે એવી અતિ તુચ્છ હિંસાપ્રાપ્ય દવાઓ ખાય છે. કેટલાક ભસ્મ-રસાયણો ખાય છે અને શરીરની ખાતર કે કે કરી મૂકે છે. એને હવા ખવરાવવા બહારગામ લઈ જાય છે અને એની ભક્તિ કરવામાં કાંઈ મણ રાખતા નથી. એ ડૉકટર પાસે જાય તો અનેક વાર છાતી તપાસાવે છે અને ઘણીવાર ઘેલા-ઘેલા પ્રશ્નો પૂછી ડૉકટરને પણ કંટાળો આપે છે. - શરીર માટે એને ભય પણ અંદરખાનેથી બહુ હોય છે. એ ઉપર ઉપરથી બેદરકારી બતાવે છે, પણ સાથે જાણે છે કે એ કાચની કાયા છે. એને ભાંગી જતાં વાર લાગતી નથી. માત્ર એ એક જ વાત ભૂલી જાય છે કે “કાચની કાયા રે છેટવ છારની. શરીર માટે આમાંની કેટલીક વાતો અનિત્ય, એકત્વ અને અન્યત્વ ભાવનામાં આવી ગઈ છે એટલે હાલ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org