________________
૩૨૮
શ્રીશાંતસુધારન્સ શરીરની અંદર તે સુંઘવી કે જેવી ન ગમે તેવી વસ્તુઓ ભરેલી છે તેને કઈ રીતે શુચિ (પવિત્ર) બનાવી શકાય? - શરીરમાં કઈ કઈ ધાતુઓ ભરેલી છે તેનો પૂરે વિચાર કરવાથી એને પવિત્ર બનાવવાના કાર્યની અશકયતા ધ્યાન પર આવશે. મુંબઈની ગટરે સાફ કઈ રીતે થઈ શકે ? અને સાફ કરવા માંડે ત્યાં તો બીજે કચરે પડતો જતો હોય ત્યાં સાફ થવાને સવાલ ક્યાંથી આવે? અને કચરામાંને અમુક ભાગ
જ્યારે કાઢી શકાય તેવું ન જ હોય ત્યારે તો પછી સાફ કરવાનો પ્રથમ ભારે અગવડમાં આવે છે. તાત્પર્ય એ છે કેશારીરિક દષ્ટિએ આ શરીર શુદ્ધ થઈ શકે તેવું નથી.
(૪. ૨.) ઉપર પ્રમાણે હકીકત હોવા છતાં આ પ્રાણું પિતાનાં શરીર સાથે કેવાં ચેડાં કાઢે છે તે ખરેખર જોવા જેવું છે. આ પ્રાણી વારંવાર ન્હાય છે. ચેખા પાણીથી વળી ફરી વાર ન્હાય છે. દિવસમાં એક વાર અથવા એકથી વધારે વખત સ્નાન કરે છે અને સ્નાન કરવા પવિત્ર પાણું–મીઠું જળ વાપરે છે. ખારું પાણી કે ગંદું પાણું એ શરીરને સાફ કરવામાં વાપરતા નથી. એને શરીરને સાફ કરવા માટે ખૂબ તજવીજ રાખવી પડે છે. વળી સ્નાન કરે ત્યારે નવયુગને હોય તે સાબુ વાપરે છે, પુરાણકાળમાં ખારે–ભુતડે વાપરતા હતા. કેાઈ વખત એ માથાનાં બાલ સાફ કરવા કડી વાપરે છે, શરીરે પીઠી ચોળી ન્હાય છે, કેઈ વખત કેસુડાના જળથી ન્હાય છે. આવી રીતે ન્હાવાના અનેક પ્રકારના પ્રયોગ કરીને શરીરને સાફ કરવા પ્રયત્ન કરે છે, છતાં એ આખો વખત તેના મનમાં ખાત્રી હોય છે કે આ શરીર મળથી ભરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org