________________
અન્યત્વભાવના.
૩૧૩
છેલ્લી પાંચમી ભાવનામાં આત્મા સિવાય સર્વ પદાર્થો અન્ય છે અને અન્ય હાઈ તેની ખાતર પડી મરવું એ અજ્ઞાન છે એ બતાવતાં ખાસ કરીને પોતાનું શરીર પણ અન્ય છે એ બાબત પર ભાર મૂકયો. પ્રથમની પાંચ ભાવનાએ આત્માને અંગે છે. હવે પછી આવનારી છઠ્ઠી ભાવના શરીરને અંગે છે, સાત આઠ, નવ એ ત્રણ ભાવના કર્મનો સંબંધ જુદા જુદા દષ્ટિબિન્દુથી ચર્ચનાર છે, દશમી ભાવના ધર્મની આવશ્યકતા સમજાવે છે, અગ્યારમી ભૌગોલિક છે અને બારમી સમ્યકત્વની દુર્લભતા બતાવનાર છે. એના વિભાગે નીચે પ્રમાણે પાડી શકાય.
૧ થી ૫ ભાવના. આત્મિક. આત્માનો સંબંધ બતાવનાર. ૬ ઠ્ઠી ભાવના. શારીરિક શરીરની અંદર શું છે તે બતાવનાર. ૭ થી ૯ ભાવના. કાર્મિક. કર્મનો સંબંધ બતાવનાર.
૧૦ થી ૧૨ ભાવના. પ્રકીર્ણ વિષયક. જુદા જુદા ધર્માદિ વિષય પ્રકટ કરનાર.
એટલે હવે અહીંથી આપણું લાઈન બદલાય છે. અંતે તો સર્વ ભાવનાને આત્મા સાથે સંબંધ છે એ વાત સાચી છે, પણ આ પ્રથમની પાંચ ભાવનામાં આત્મા કેંદ્ર સ્થાને છે. એક આત્માને બરાબર ઓળખે તો સર્વ ઓળખી લીધું એ વાત ધ્યાનમાં રાખવાની છે. આત્માને માટે આ સર્વ રમત છે, એને પ્રકટ કરો અને એને એના મૂળ સ્વરૂપમાં લઈ આવે એને માટે આ સર્વ ઉપદેશ છે અને એ સંબંધમાં કદાચ કઈ વિચાર બેવડાયા હય, કેઈ વાતનું પુનરાવર્તન થયું હોય તો તેને સંતવ્ય ગણી આત્માને ઓળખ એ આપણું પ્રધાન કર્તવ્ય છે.
અનંતશક્તિને ધણુ, અનંતગુણને નાયક, ભૂતભાવી દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org