________________
૩૧૨
શ્રી શાંતસુબ્બારસ વધતે બદલે જરૂર આપે છે. આપણું ફરનીચર પર આપણને કેટલે રાગ હોય છે! નાતામાં જમવા ગયા હોઈએ અને એક કળશે જે બદલાઈ જાય ત્યાં કેટલા ચીડાઈ જઈએ છીએ! અને એક સારું આલબમ બનાવ્યું હોય તે કેટલાને બતાવીએ છીએ ! કેઈને પીકચરને શેખ, કેઈને ઘડીયાળ પર મોહ, કેઈને કપડાં પર આદર, કેાઈને જેડાં પર આસક્તિ, આવાં અનેક નામે લઈ શકાય; પણ તે બીનજરૂરી છે. પાર્થિવ કઈ પણ ચીજ પર આસક્તિ નિરર્થક છે, કચવાટ કરાવનાર છે અને અંતે સર્વને છેડવાની છે એમાં શક નથી. જેલમાં એક થાળી, બે વાટકા અને બે છેતર, બે બંડી અને એક ઓછાડ (ચાદર) તથા બે ઓં કેટથી ચલાવી શકાય છે અને ઘેર કપાટ ભરીને કપડાં હોય અને પેટ ભરીને ઠામવાસ હોય તો પણ ઓછાં પડે છે. આપણી જરૂરીઆત આપણે વધારીએ છીએ અને પછી નકામા મુંઝવણમાં પડી અંધારામાં ગોથાં ખાઈએ છીએ.
વિચારવાનું એ છે કે આ ચીજોમાંથી કઈ સ્થાયી નથી, કઈ આપણું નથી, આપણી સાથે આવવાની નથી, એને છોડતાં અંદરથી જીવાત્મા અમળાઈ જવાને છે અને એને જ રાજીખુશીથી છોડતાં શાંતિની ધારા ચાલે તેમ છે, અખંડ વિનેદ થાય તેમ છે અને ફરજ બજાવવાના ખ્યાલમાં મસ્તતા આવે તેમ છે.
આવી રીતે આપણે આત્મિક વિચાર કર્યો. પ્રથમ ભાવનામાં સંસારની અનિત્યતા, પદાર્થોની અનિત્યતા આત્માની નજરે વિચારી, બીજી ભાવનામાં આ પ્રાણીને--આત્માને કેઈનું શરણુ નથી એ જોયું, ત્રીજી ભાવનામાં સંસારનું આખું ચિત્ર રજુ કર્યું, જેથી ભાવનામાં આત્મા એકલો જ છે, એકલો આવ્યો છે અને એકલો જનાર છે એ વિચાર્યું અને આ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org