________________
અન્યત્વભાવના.
૩૧૧
એમાં કાંઈ ધ્યેય પણ હોતું નથી. એમાં મર્યાદા રહેતી નથી. એમાં સગપણ-સ્નેહ–સંબંધ કાંઈ જોવામાં આવતું નથી. સીત્તેર વર્ષની વયના માણસોને પુત્ર-પુત્રી ન હોય તો પણ ધનની પાછળ ગાંડા થતાં આપણે નજરે જોયા છે. એ શેની ખાતર અજંપે અને ઉજાગર કરતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ છતાં તેઓ તો પોતાની ધન પાછળની ચેકી, સાચા–જૂઠા કરવાની પદ્ધતિ અને અનેક ગોટાળા વૃદ્ધ વયે પણ કર્યા જ કરે છે. ધનને મેહ અજબ છે અને પૃથક્કરણને માટે અશકય છે, ન સમજાય તેવે છે અને ઠેઠ સુધી હેરાન કરનાર છે, સમજ્યા છતાં પણ એ છૂટતો જ નથી.
ધન તો પર વસ્તુ છે એ સિદ્ધ કરવાની કાંઈ જરૂર નથી. એ શરીર જેટલું નજીક પણ નથી અને સગાં જેટલું સમીપ પણ નથી, પરંતુ એને કેટલાક વ્યવહારના અનુભવીઓ “અગીઆરમે પ્રાણ” કહે છે. પ્રાણુને પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયાને ચગે, શ્વાસોશ્વાસને આયુ એ દશ પ્રાણ હોય છે, પણ ધન એ અગિયારમે પ્રાણ બની જાય છે અને ઘણીવાર તો એને ગ્રાહ એ આકર બને છે કે એ દશ પ્રાણને મૂકાવે છે. મહાવિગ્રહ પછી વ્યાપારની અસ્તવ્યસ્ત સ્થિતિ થતાં, કેટલાએ વ્યાપારીને નુકશાન થતાં, શરીરે તારાજ થતાં જોયા છે, કેકને ગાંડા થઈ જતાં જોયા છે અને કેટલાઓને અંતે ઘસાઈને મરણ પામતા જોયા છે. ધનનો અપરંપાર મહિમા છે. એના પરની આસક્તિ પ્રાણુને કેટલી હદ સુધી લઈ જાય છે તે પર વધારે વિવેચનની ભાગ્યે જ જરૂર હોય. પરભાવમાં રમણ કરવાની ટેવનું એ અનિવાર્ય પરિણામ છે.
ધન સિવાય અન્ય વસ્તુઓ પરને પ્રેમ પણ ઓછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org