________________
૩૧૦
શ્રી શાંતસુધારસ સ્નેહની સ્વાર્થ પરતા કેટલી છે તે માટે બહુ દાખલાઓ આપવાની જરૂર પડે તેમ નથી. આપણું દરરોજના અનુભવને તે વિષય છે. ભાઈઓ લડે ત્યારે એક બીજાના ગેળાના પાણી હરામ થાય છે. આ સંસારમાં તો સર્વ પ્રકારનાં દષ્ટાન્તો મળી આવે છે, પણ એ સર્વમાંથી એક વાત બરાબર સિદ્ધ થાય છે કે આ દુનિયામાં ખરા સ્નેહ જેવી એક પણ ચીજ નથી. જે ખરે નેહ હોય તો સ્નેહીના વગર જીવી શકાય નહિ, છતાં જેના વગર એક દિવસ ન જાય તેના વગર વર્ષો વહી જાય છે તે આપણે વારંવાર અનુભવીએ છીએ અને છતાં સ્નેહ પાછળ ઘસડાઈએ છીએ. આ સ્થિતિ વિચારશીલ દીર્ઘદૃષ્ટિની તે ન હોય. - પ્રેમ-નેહ એ એવી ચીકટ વસ્તુ છે કે એક વાર એને અવકાશ આપ્યા પછી એમાં વિવેક, સભ્યતા કે મર્યાદાને સ્થાન રહેતું નથી. પછી આખા ગામમાં રૂપાળામાં રૂપાળે છેક શોધવા મોકલવામાં આવે તો ગામના કનૈયા કુંવરે પર નજર ઠરતી નથી, પણ પોતાના હબસી જેવા છોકરા તરફ જ આંખો ઠરે છે. આ સભ્યતાનો નમૂનો છે. સ્નેહ કેટલે પક્ષપાત કરાવે છે તે વિચારવાનું આ સ્થાન છે.
સ્ત્રી, પુત્ર કે અન્ય સગાં પર સ્નેહ કેટલે વખત ટકે છે તેને ખ્યાલ ઘરડા માણસને થાય છે. એનામાં સ્વાર્થ ન રહેતાં એનું જીવન ઘણુંવાર બહુ આકરૂં–અકારું થઈ પડે છે. એના દાખલા પણ નજરે જોયા છે. પરભવમાં એ નેહીમાંનો કઈ જરા પણ કામમાં આવતો નથી એ વાત તો બરાબર સ્પષ્ટ થઈ ગઈ છે.
પરવસ્તુઓના નેહમાં ધન ઉપરની ગાંઠ સર્વથી આકરી છે. એના પાસમાં જુદી જુદી કક્ષાએ સર્વ આવી પડેલા છે. એની ચીકાશ એટલી આકરી છે કે એ મરતાં સુધી છૂટતી નથી. મરતી વખતે પણ એમાં વાસના રહી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org