________________
અન્યત્વ•લાવતા.
૩૦૯
બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા, વિધવાવસ્થામાં પરપુરૂષ( દીર્ઘ રાજા )લંપટ થઈ. પ્રથમાવસ્થામાં જે પુત્ર ગલે આવ્યા ત્યારે પાતે ઐાદ સ્વમ જોયાં હતાં તેવા ચક્રવર્તી થનાર પુત્રને મારી નાખવા તે જ માતાએ લાખનુ ઘર બનાવ્યું અને ત્યાં પુત્રને સૂવા માકલ્યા. માતાએ પેાતે જ એ ઘરને આગ લગાડી. એ ચક્રવત્તી થનાર પુત્ર એના મિત્ર પ્રધાનપુત્રની કુશળતાથી અચ્ચે, પણ સ્વાર્થ સંઘટ્ટન વખતે માતા પણ કેટલી હદ સુધી જાય છે તે ખાસ વિચારવા જેવું છે.
કનકેતુ રાજાને રાજ્યના એટલે બધે લેાલ હતા કે એ પેાતાના પુત્રોને કાણા, લુલા, પાંગળા, આંધળા અને બીજી ખાડખાંપણવાળા કરી . રાજ્યને અયેાગ્ય કરતા હતા. નિયમ પ્રમાણે એવા પુત્રને રાજ્ય મળતું નથી. પિતા કેટલી હદ સુધી સ્વાર્થ વખતે પુત્ર સાથે પણ દૂર થાય છે તે આ દાખલામાં વિચારવા જેવું છે.
પુત્રના સ્નેહમાં કણિકનુ દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. એ શ્રેણિક રાજાના પુત્ર થાય. એનુ નામ કૂણિક પણ કહેવાય છે. એણે રાજ્યલેાથે પિતાને કેદમાં પૂર્યા, પાંજરામાં નાખ્યા અને રાજ્ય પોતાને તાબે કર્યું. એણે પાંજરામાં પણ પિતાને ચાખખા મરાવ્યા. તે પુત્ર ખાલક હતા ત્યારે તેના અંગુઠા પાકયો હતા. પિતા પથી ખરડાયલા એ અંગુઠાને સ્નેહવશ થઈને પેાતાના મુખમાં રાખતા હતા. તે પુત્ર પિતાના સ્નેહના બદલે આપ્યા! ઇતિહાસમાં આરગઝેબે એના પિતા શાહજહાનને અને ભાઈ દ્વારાને કેદમાં નાખ્યાના દાખલા સારી રીતે જાણીતા છે. સ્વાર્થી એ એવી જ ચીજ છે. સગા ભાઇઓને લડવાના ક્રેસેા કારટમાં ઘણા જાણીતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org