________________
શ્રી શાંત-સુધારસ
આ પ્રમાણે છતાં શરીરને પરાયું માનવાની વાત સમજવી ખહુ સુશ્કેલ છે અને મુશ્કેલ છે માટે ખૂબ વિચારવા ચેાગ્ય છે. એના સંબંધમાં ઘણું લખાઈ ગયું છે. અત્યારે કાઈ છાપુ હાથમાં લેશે તેમાં ૭૫ ટકા જાહેર ખુખર દવાની હુરશે. સ્વર્ગ માંથી કાઈ તે વાંચે તા મનુષ્યલાકમાં કોઇ વ્યાધિના ઉપાય શોધવા હવે રહ્યો નહિ હાય તેવી તેમાં જાહેરાતા હોય છે અને છતાં આપણે શારીરિક ખાખતમાં સુધર્યાં છીએ એમ તેા લાગતુ જ નથી. આ સર્વ શરીરના માહુ છે, અસ્થાને મૂકેલા વિશ્વાસનું પિરણામ છે અને પરભાવરમણતાને પ્રતિધ્વનિ છે. શરીરને અંતે મૂકી જવું પડે છે એ તા સદેહ વગરની વાત છે.
૩૦૮
સગાંઓને સ્નેહ એ પણ પરભાવમાં રમણતા છે એમાં કશે! સદેહ નથી. એ સગાંઓ પરભવમાં સાથે આવતા નથી કે ત્યાં કાઈ પ્રકારની સહાય કરી શકતા નથી એ વાત તે આપણે વિગતથી જોઈ ગયા. સ્વાર્થ પૂરતા જ સ્નેહ છે. એના અનેક દૃષ્ટાન્તા નોંધાયલાં છે. તેનું સંક્ષિપ્ત અવલેાકન કરી જોઇએ.
સુરિકાન્તા, એ સ્ત્રીના પ્રેમનુ ટાન્ત પૂરૂ પાડે છે. એ પરદેશી રાજાની મહારાણી થાય. રાજા સાથે એણે ખૂબ વિલાસ કર્યાં. રાણી વિષયાસક્ત હતી અને તે પૂરતા તેના રાજા પર સ્નેહ હતા. એક વખત રાજાને કેશીગણધરના મેળાપ થયા. તેમના ઉપદેશથી એની નાસ્તિકતા દૂર થઇ. એ ધર્મ સમજ્યેા. દુનિયાની અસ્થિરતા તેના ધ્યાનમાં આવી. એ રાણી તરફ્ શિથિળ પ્રેમવાળા થયા. રાણીને એ ન ગમ્યું. એની ઇચ્છા તૃપ્ત ન થતાં એ પિંગળાની જેમ પરપુરૂષ સાથે સહચાર કરવા લાગી. રાજાના ભય લાગ્યા અને અંતે પ્રેમીના લેબાસમાં રાજાને વિષ દઈ, ગળે નખ મારી રાણીએ એના પ્રાણ લીધા. આ સ્ત્રીના પ્રેમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org