________________
અન્યત્વભાવના.
૩૦૭
માતા તો સાંભળીને ડઘાઈ ગયા. “અરેરે! હું વર્ષોથી ષભ, અષભ” કરતી હતી અને આ તો મજામાં પડેલ છે. આ તે કોના છોકરા ને કેની માતા?, હર્ષના આંસુ આવ્યાં. પડળ દૂર થઈ ગયાં. સમવસરણાદિ જોયું તેથી મનમાં અન્યત્વ ભાવના જગી. તે રગેરગે પ્રસરી ગઈ. અત્યંત હળુકમી ભદ્રિક જીવ હતો. હાથીના હોદ્દા પર કૈવલ્યજ્ઞાન થયું. આ અન્યત્વ ભાવના.
એકત્વ ભાવનાને અને અન્યત્વ ભાવનાને ખૂબ નજીકનો સંબંધ છે. એકમાં અંદર જોવાનું છે અને બીજામાં અંદરની અપેક્ષાએ બહાને તોળવાનું છે. આ તુલના કરવાને આ ખરેખરો પ્રસંગ છે અને એને બનતે ઉપયોગ થાય તો ભાવના ભાવવાનું સાર્થકય છે.
પ્રથમ સર્વથી અગત્યની બાબત આ શરીર છે. એની ખાતર અનેક અગવડે સહેવામાં આવે છે, એને પિષણ આપવામાં આવે છે અને એનું જતન કરવામાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે છતાં એ કોઈ પણ વખત સરખે જવાબ આપતું નથી. એને શરદી-ગરમી લાગતાં વાર લાગતી નથી અને જ્યારે એની ખૂબ સંભાળ લેવામાં આવે છે ત્યારે એ ઉલટું વધારે ત્રાસ આપતું જાય છે. એને ખવરાવવાની ચિંતા, એને ખવરાવેલું બહાર કાઢવાની ચિંતા, એને સાફ રાખવાની ચિંતા અને એને સરખાઈમાં રાખવાની ઉપાધિને પાર નહીં. એ સર્વની નિત્યોંધ રાખી હોય તે એનું લીસ્ટ ભારે જબરૂં થાય અને છતાં એ તે પરાયાની જેમ જ વર્તે છે. એનામાં શું ભર્યું છે એ વાત હવે પછી વિચારવાની છે (છઠ્ઠી ભાવ નામાં), પણ જેવું છે તેવું એ પર જ છે અને પરાયાની જેમ જ તે પ્રાણી સાથે વર્તે છે. પરત્વ–અન્યત્વ એનાથી શરૂ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org