________________
308
શ્રી શાંતસુધારસ
ઝંખના “મારો ત્રષભ શું કરતો હશે ?” તમે એની સંભાળ જ લેતા નથી. એ પ્રમાણે બોલતાં આંખમાંના આંસું વર્ષો ગયાં પણ સુકાયાં નહિ. માતાને પ્રેમ તદ્દન નિર્મળ અને આ માતામાં તો જુગળીઆની ભદ્રિકતા હતી, ત્રીજા આરાની સરળતા હતી, અસાધારણ વાત્સલ્યની પરાકાષ્ઠા હતી. એ તો દરરોજ રડે, રાત્રે રડે અને હાલતાં-ચાલતાં પણ નિઃસાસા મૂકે, જેથી આંખ ઉપર પડળ વળી ગયાં પણ એનું રડવું અટકયું નહિ.
ભરત મહારાજ માતાને ગમે તેટલું આશ્વાસન આપે, બાહબળી એના પગ ચાંપે પણ માતાને સ્નેહ તે એના ઋષભને જ ઝંખે. એવી રીતે ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા. એક દિવસ પ્રભાતે સમાચાર આવ્યા કે “શ્રી કષભદેવને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે અને નગર બહાર દેએ સમવસરણ રચેલ છે.” તુરત જ બીજા સમાચાર આવ્યા કે “આયુધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું છે.” અને સમાચાર લગભગ એક સાથે આવ્યા. ક્ષણવાર ભરત મહારાજ વિચારમાં પડ્યા- તાત ચક્ર પૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી” પિતાની પ્રથમ ઉપાસના કરૂં કે ચક્રરત્નની ? બીજી જ ક્ષણે નિરધાર કર્યો કે તાતની જ પૂજા પ્રથમ ઘટે. ચક તે આ ભવનું સાધન છે, અંતે પર છે. તાત જગપૂજ્ય છે, સંસારથી મૂકાવનાર દેવાધિદેવ છે. - મરૂદેવા માતાને હાથી પર બેસાડ્યા. પોતે મહાવતને સ્થાને બેઠા. દૂરથી દેવદુભિને અવાજ સાંભળે. “માતા ! તમારા પુત્રની અદ્ધિ જુઓ ! આ દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્રણ ગઢવાળું સુંદર સમવસરણું છે, અશોકવૃક્ષ ડેલી રહ્યું છે, ચામર વીંજાય છે, ભામંડળ ઝળકે છે.” વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org