________________
અન્યત્વભાવગ્ના.
૩૦૫
આજથી ૨૪૬૨ વર્ષ પહેલાં આ વદિ અમાસ્યાની સવારે મહાવીર ભગવાને પિતાના મુખ્ય શિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમને બાજુના ગામમાં દેવશર્મા નામનો બ્રાહમણ રહે છે તેને ઉપદેશ આપવા માટે જવા કહ્યું. આજ્ઞાંકિત શિષ્ય તુરત ત્યાં ગયા. ઉપદેશ આપે. રાતના બાર વાગવાનો સમય થયો હશે ત્યાં આકાશમાં દેવતાઓને અમુક દિશા તરફ જતા જોયા. શું છે? એમ પ્રશ્ન થયે. તપાસ કરતાં જણાયું કે મહાવીર સ્વામી મેક્ષે ગયા અને ભાવઉદ્યોતનો નાશ થતાં દેવે દ્રવ્યઉદ્યોત કરી રહ્યા છે અને ભગવાનને દેહ અપાપાપુરીમાં પડ્યો છે ત્યાં નમન કરવા જાય છે.
તમસ્વામી વિલંબ થઈ ગયા. એને વિચાર થયે કે દુનિયાને કમ છે કે એવા વખતે માણસ છોકરાઓને પાસે બોલાવે, બહારગામ હોય તે તેડાવી મંગાવે અને ભગવાને તો મને ઉલટે દૂર કર્યો! મારા ઉપર શું તેમને સ્નેહ જ નહિ હોય? આવું તે હોય? આ પ્રમાણે ખૂબ ખેદ કર્યો. પછી વિચાર્યું કે ખરેખર એ વીતરાગ હતા! હું કોને? અને તેમને ને મારે શે સંબંધ? ભગવાન તે નિઃસ્પૃહ જ હોય. એને પિતાનાં તેમજ પારકાં ન હોય. હું ભૂલ્યો. એમ અન્યત્વ ભાવનો વિચાર કરતાં ખૂબ આત્મનિમજજન કરી કેવલ્ય ઉપજાવ્યું, સંપૂર્ણ જ્ઞાન થયું અને કાલેકના ભૂત-ભવિષ્ય–સાંપ્રત ભાવે જ્ઞાનનજરે જોયા. આ અન્યત્વ ભાવના
રડી રડીને માતા મરૂદેવાએ આંખે ઈ. મારે “ત્રકષભ” શું કરતો હશે? શું ખાતો હશે? એ કયાં પઢતો હશે? એને અડચણ પડે તો કેણ એનું નિવારણ કરતું હશે? આખી રાત જંપ નહિ. ભરત બાહુબળ પગ ચાંપવા બેસે ત્યારે પણ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org