________________
૩૦૪
શ્રી.શાંતસુધારસ
‘ આંતરસ્પી ’ વસ્તુઓ કરતાં પેાતાના વિચાર, કલ્પના અને લાગણીને વધારે પ્રાધાન્ય આપે છે જ્યારે બાહ્યદશી વસ્તુએ ઉપર ધ્યાન આપે છે. જ્યાં જ્યાં ધર્મનુ પ્રાધાન્ય હાય છે ત્યાં બહુધા આંતરસ્પશી તત્ત્વજ્ઞાનીઓની વિપુલતા હોય છે. જ્યાં સ્થૂળવાદ–ભાતિકવાદ ( Meterialism ) પર વધારે ભાર ડાય છે ત્યાં બાહ્યદશી તત્ત્વજ્ઞાનીનું સામ્રાજ્ય હાય છે.
હિંદના લગભગ સર્વ તત્ત્વજ્ઞાનીએ આંતરદશીની કેડિટમાં આવે, છતાં ચેાથી અને પાંચમી ભાવનાને અંગે જોવામાં આવ્યું હશે કે આંતરદશી તત્ત્વજ્ઞાનીઓએ આત્મનિરીક્ષણ ચેાથી ભાવનામાં કર્યુ છે તે પાંચમીમાં પદાર્થના અંતર આત્મભાવ સાથેના સંઅધ કદી વિસરી ગયા નથી.
મારા મતે સ્યાદ્વાદપ્રરૂપક જૈન તત્ત્વજ્ઞાનીએ આંતરદશી અને માહ્યસ્પર્શી ખરાખર રહી શકે છે. સાથે એ પણ કહેવુ જોઈએ કે ઢાલની મને ખાજુ તે રજુ કરવામાં સફળ થયા છે છતાં તેઓમાં વિપુળતા તા આંતરદશીત્વની જ છે અને આત્માની હયાતી સ્વીકારનાર આ સિવાય બીજો તત્ત્વવિચારણાના માર્ગ લઇ શકે એ અશકય છે. મારૂ સતવ્ય એ છે કે જૈન તત્ત્વજ્ઞાનીઓ એકાંત માયાવાદ (Illusion) માં માનનાર ન હાવાથી તે વસ્તુ સાથેને આત્માના સંબંધ ખરાખર ઝળકાવી શકયા છે. તેઓની ગણના તે બહુધા ઈન્ટ્રોવર્ટ ( આંતરદર્શી ) ની કક્ષામાં જ આવે.
( આને અંગે એ હકસલીની પ્રોપર સ્ટડીઝ [ Proper studies by A [ Dous Huxley] Hill Varifies of Intelligence ને નિબ ંધ જરૂર જોવા અને સરખાવવા યેાગ્ય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org