________________
અન્યત્વભાવના. .
૩૦૩
અંતર વિકાર થયા જ કરે છે પણ શાંતસુધાનું પાન કરે તે એવા વિકારો દૂર થઈ જાય છે, એ સ્વપરને ઓળખે છે અને એના વિકારે શમી જાય છે.
(૩) વળી એ રસ વિનાશ રહિત છે. અપાય એટલે પીડા કે વિનાશ એ જ્યાં ન હોય ત્યાં ભારે મજા આવે છે. માથે વિનાશને ભય લટકતો હોય ત્યાં સુધી કામ કરવામાં મજા આવતી નથી. શાંતરસ અને વિનાશને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જે સંબંધ છે.
આ શાંત અમૃતરસ જે સર્વ વ્યાધિને શમાવનાર છે, વાંતિને દૂર કરનાર છે અને વિનાશ રહિત છે તેને પી.
આ ગાળામાં શિવગતિનો સરળ ઉપાય બતાવ્યું અને શાંતવાહિતામાં સ્નાન કરવાની ભલામણ કરી. આ રીતે પાંચમી અન્યત્વ ભાવના લેખકશ્રીએ પૂરી કરી. વિનય નામનું રટણ આપણે પણ પ્રત્યેક ગાથાને અંતે અષ્ટકમાં કર્યું.
એ રીતે અન્યત્વ ભાવનાની હકીક્ત રજુ કરી. અન્યત્વ ભાવનામાં બહાર જવાનું છે અને બહારને–પરને સંબંધ આત્મા સાથે કેવો છે તેને બરાબર ખ્યાલ કરવાનો છે. જંગ ( Jung ) નામના તત્ત્વજ્ઞાનીએ મનુષ્ય જાતિના બે વિભાગ પાડ્યા છે. એકને તે Introvert કહે છે, બીજાને તે Extravert કહે છે. એકસટ્રાવર્ટ (બાહ્યદષ્ટિ ) નું માનસિક બંધારણ બાહ્ય વસ્તુ તરફ હોય છે અને તે તેનું સર્વ ધ્યાન અને લાગણું શેકે છે. ઈન્ટ્રોવર્ટ (આંતરદષ્ટિ) પોતાની અંદર જુએ છે, દુનિયામાંથી એ લગભગ દૂર જાય છે અને તે દુનિયાને પોતાની વિરોધી ગણે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org