________________
૩૦૨
શ્રોશાંત-સુધારસ
૮. છેવટે ભલામણ કરે છે કે જેને કેઈ જાતને આશરે ન હોય તેને ટેકો આપનાર, નિરાશ્રિતના આશ્રિત, અનાથના બેલી શ્રી તીર્થંકરદેવને આશરે જ. તે શરૂઆતમાં જ જોયું છે કે શરીર, ધન, પુત્ર, ઘર કે સ્વજનમાંથી કેઈ તને દુર્ગતિમાં પડતાં રક્ષણ આપી શકે તેમ નથી. આવી રીતે ચારે તરફ ઘેર ઘનઘટા છવાઈ હોય છે ત્યારે પણ તને તીર્થકર મહારાજ સહાય કરનાર છે એટલે એક જ તારે આશરે છે, કારણ કે એ તીર્થકર દેવ સાચા ધર્મની પ્રાપ્તિ કરી આપીને તને સગતિએ જવા એગ્ય સર્વ રસ્તા બતાવે છે, અને તે વધારે પ્રયત્ન કરે તે તેને સર્વ ઉપાધિથી સર્વથા મુક્તિ મેળવી આપી તારે આ ચકભ્રમણને છેડે લાવી આપે તેમ છે. એવો એ સુંદર આશ્રય છે, કાળાં વાદળાંમાં રૂપેરી દોરી છે અને તને અખંડ શાંતિનું સ્થાન છે. મતલબ તું એ તીર્થકર મહારાજે બતાવેલા ધર્મને આશ્રય કર અને તે દ્વારા તારી પ્રગતિ સાધ. એને હેતુ એ છે કે મોક્ષગતિએ જવાના એ સહેલે ઉપાય છે, એ અનાયાસે સિદ્ધ છે અને પરિણામ ચેકસ નીપજાવનાર છે.
તું શાંતસુધારસનું ખૂબ પાન કર. એનાથી તારું આખું શરીર ભરી દે અને એ મય થઈ જા. એ અમૃતપાનમાં ત્રણ ગુણે છે –
(૧) એ વ્યાધિને શમાવનાર છે. અમૃત હોય છે ત્યાં વ્યાધિને સભાવ ન જ હોય. એ સર્વ વ્યાધિને હરનાર એક દવા છે. એવોલતૂનામાવંતાનઃ ભવરોગથી પીડાયલા પ્રાણીને અંગે એ વૈદ્યનું કામ કરે છે. શાંતરસ ભવવ્યાધિને શમાવી દે છે. અગદંકાર એટલે વૈદ્ય તીર્થંકર પરમાત્મા છે.
(૨) વમન–વાંતિ (ઉલટી) ને દૂર કરનાર છે. આ પ્રાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org