________________
અન્યત્વભાવના.
૩૦૧
કરવાનું સ્પષ્ટ ધ્યેય હોય ત્યારે જે એકાગ્રતા થાય છે તે નિર્મળદોષ વગરની કહેવાય છે. આ એકાગ્રતા ધ્યાનને વિષય છે અને તે ભાવનાને પરિણામે પ્રાપ્ત છે, પણ અહીં તેને પ્રાપ્ત કરવાની ભલામણ કરવાને હેતુ એ છે કે જ્યાં સુધી પ્રાણું ચિત્તની સ્થિરતા કરી વસ્તુસ્વરૂપ અને તેને સંબંધ વિચારતો નથી
ત્યાં સુધી એ અન્યત્વભાવ બરાબર જમાવી શકતું નથી અથવા જાણેલ વાત તુરત ખસી જાય છે. એટલા માટે નિર્મળ અવધાન કરી, વસ્તુને ઓળખવાની અને તેને આત્મા સાથેનો સંબંધ વિચારવાની ખૂબ જરૂર છે અને તેને પરિણામે પ્રગતિ ચોક્કસ છે.
આ બન્ને હકીકત ન બને તો યાદ રાખજે કે સપ્ત ગ્રીષ્મકાળમાં તું ફાળ મારીને ગમે તેટલું મૃગતૃષ્ણાનું પાણી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીશ તો પણ તને કદી તૃપ્તિ થવાની નથી. ઝાંઝવામાં પાણું છે જ નહિ, છતાં દોડાદોડી કરી તું કોઈ જગ્યાએથી જરા જળ મળ્યું છે એમ માનીશ તે પણ તારી તરસ છીપશે નહિ અને તારી દોડાદેડી તે જરૂર ઉભી જ રહેશે. તું આમ ને આમ કયાં સુધી દોડ્યા કરીશ? તને હજુ દોડાદોડીને થાક લાગ્યા નથી ? એ મૃગતૃષ્ણ કેવી છે તેનું વર્ણન કરવું પડે તેમ નથી. હરણીઆ એની શોધમાં હેરાન હેરાન થઈ દોટ મૂક્યા જ કરે છે. તારી ધનાદિ માટેની દોડાદેડી એવા જ પ્રકારની છે. ધન ગમે તેટલું મળશે તે પણ સંતોષ થશે નહિ અને નહિ મળે તે વિષાદને પાર રહેશે નહિ; માટે એને પ્રેરનાર સંગ–સંબંધને તજી દે અને નિર્મળ એકાગ્રતા કર. આ ભાવનાનું આ અતિ વિશિષ્ટ પરિણામ છે. ખૂબ વિચાર કરીને એને વ્યવહારૂ આકાર આપજે અને પરભાવ રમણતા છોડી દેવા યત્ન કરજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org