________________
૩૦૦
શ્રી શાંતસુધારાસ
સંગ શબ્દ જ વિયેગને સૂચવે છે. એ અકુદરતી છે, ઉભે કરેલ છે અને જે સ્વાભાવિક ન હોઈ ઉભું કરેલું હોય તેને વિયોગ કઈ કાળે તે જરૂર થાય જ. અને થાય ત્યારે મુંઝવે; માટે તારે હાથે વેચ્છાથી જ તેને ત્યાગ કરી દે.
ચં ચ રામકુમનન્ત વિ એને સ્વયં–જાતે ત્યાગ કર્યો હોય તે ખૂબ આનંદ-શાંતિ આપે છે. અંતે છોડવાનાં જ છે, ન ગમે તે પણ આખરે છૂટી જવાનાં છે ત્યારે શા માટે એના ત્યાગને આનંદ હાણતો નથી ? શમરસની મજા વ્હાણ લે. સંગ–સંબંધને સ્વયં ત્યજવાની આ પ્રથમ વાત કરી.
એક બીજી વાત. ચેતન ! તું એકાગ્રતા કર. અત્યારે અનેક કાર્ય કરવાને કારણે તારી શક્તિઓ વેડફાય છે અને તું એક બાબત ઉપર શાંતિથી વિચાર પણ એકધારો કરી શકતો નથી. ચપળ ચિત્ત જ્યાં ત્યાં રખડે છે અને વાત એવી વિચિત્ર બને છે કે તારામાં કેઈ પ્રકારની શાંતિ આવતી નથી. પછી અહીંથી રહ્યું કે અહીંથી લઈ લઉં કે આને ત્યાં જઉં કે પણે ભાષણ કરૂં-એવા એવા વિચારે થાય છે, પણ એક બાબતમાં ચિત્ત લાગતું નથી અને એકવિષયના ગુણદોષ પર કદી પૂરત વિચાર થતો નથી અને એના લાભાલાભ કદી તપાસાતા નથી. એકાગ્રતાને અભાવે પ્રાણ જ્યાં ત્યાં અવ્યવસ્થિતપણે ભટક્યા કરે છે, પણ જ્યારે એકાગ્રતા થાય છે ત્યારે મનમાં શાંતિ અને સ્થિરતા થાય છે. એમાં પણ એ એકાગ્રતા જ્યારે નિર્મળ હોય ત્યારે એર આનંદ આવે છે.
જ્યારે લેકેષણું જાય, જ્યારે કીર્તિની ચાહના ન હોય, જ્યારે ફરજને સ્પષ્ટ ખ્યાલ હોય અને જ્યારે આત્મપ્રગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org