________________
૩૧૪
શ્રી શાંતસુધા
અને અનંત સુખમાં રમણ કરનાર એ આત્મા અત્યારે કઈ સ્થિતિએ ઉતરી ગયા છે એ વિચાર કરતાં ખેદ થાય તેમ છે. એની ઉપાધિઓ પાર વગરની છે અને એની ગુંચવણે પણ મુંઝવે તેવી છે, છતાં એ સર્વની ઉપર આવવાનું તેનામાં વીર્ય છે અને તે પ્રકટ કરવા આ ભવમાં જે સામગ્રીઓ મળી છે તે વિપુળ છે. એને લાભ ન લેવામાં આવે તો પાછું એનું એ જ ચકભ્રમણ ચાલુ રહેવાનું છે. એમાં જીવનની અસ્થિરતા આદિ વિચારી નાસીપાસ થઈ લમણે હાથ મૂકીને રડવાનું નથી, પણ કમ્મર કસીને લડવાનું છે અને લડતાં માર્ગ મળી જાય તેવું છે. વિકાસક્રમમાં મરૂદેવા જેવા સુસાધ્ય છે તે થોડા જ આવે, પણ કષ્ટસાધ્ય જીવોએ પણ ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે મેક્ષ આપણા હાથમાં છે અને તે માટે સીધો માર્ગ પકડી લેવાનો આ અવસર છે. પિતાનું હોય તે ઉપર ખૂબ ભાર મૂક, માનસિક ઉચ્ચ ઉડ્ડયન કરવા અને પરનો ત્યાગ કર. એટલું થાય તે રસ્તો હાથ લાગી જશે અને વધારે પ્રગતિ થાય તે બહુ સારી વાત છે, પણ તેમ ન બને તે સાચે રસ્તે અવાય તો પણ વિકાસકમના રસ્તા પર તે જરૂર આવી જવાશે.
આ ભાવનાઓ વિચારી સત્ય સ્વરૂપ સમજવાનું છે, આદરવાનું છે, ગતિમાં મૂકવાનું છે. એ વિચારી જરા પણ ગભરાઈ જવાનું કારણ નથી, એ વાત વારંવાર લક્ષ્ય પર લેવાની છે. આપણે મોક્ષ આપણે કરી શકીએ તેમ છે અને તે માટે જ આ વિચારણું છે. પરમાત્મા આ શાંતમુધાનું પાન એના સાચા આકારમાં કરવાની સર્વને સદબુદ્ધિ આપો.
ઈતિ અન્યત્વ ભાવના, ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org