________________
અન્યત્વ ભાવના.
૨૫
એ નિ:સંગતાથી નિર્મળ થાય છે. નિ:સંગતા એટલે પરવસ્તુના સસથી રહિત દશા. જ્યારે પરભાવદશાથી રહિત દશા એ અનુભવને નિર્મળ કરે છે ત્યારે તે બહુ મનેાહર થાય છે, ખૂબ હૃદયંગમ થાય છે. આવા અનુભવસુખના રસને સેવવા, વ્યાધિ દૂર કરવા માટે પરપરિચયની પરિણિત છેડવી અને ઉક્ત સ્વરૂપવાળેા અનુભવરસ પીવેા, આ ચિકિત્સા બતાવી.
અનુભવ એ મહાવસ્તુ છે. અનુભવ એટલે આત્મસ્વરૂપનુ પ્રત્યક્ષીકરણ. આત્મસ્વરૂપમાં રમણતા થાય, આત્માના વિચાર કરાય, આત્મજ્યેાતિ જગાવાય, આત્માનું અસંખ્ય પ્રદેશત્વ સમજાય, એનુ અમરત્વ જણાય, એનુ નિરજન–નિરાકારત્વ ગ્રાહ્યમાં આવે એ સર્વનું સૌંક્ષિપ્ત નામ અનુભવ છે. આ અનુભવને આનંદઘનજીએ ખૂમ ગાયા છે, ચિદાનન્દ્વજીએ એને મમ મહલાવ્યેા છે, ચેાગીએ એની સાથે રમ્યા છે અને એને પ્રકટ કરવા માટે અનેકે જંગલ સેવ્યા છે, અનેકે આતાપનાએ લીધી છે, અનેકે અનશન કર્યાં છે અને અનેકે એવા દિવ્ય પાન પીધાં છે. એ વસ્તુ સમજાવી શકાય તેવી નથી. આન ંદઘનજી કહે છે કે ‘આતમ અનુભવરસિક કા, અજબ સુન્યા વિરત ત’ આવા અનુભવ છે. એક વખત આ અનુભવ કરવા વિચાર થાય તા તદ્દન જુદા જ પ્રકારની સ્થિતિ થઇ જાય છે. ‘ ચુ' જાણે જગ હાવરા, તું જાણે જગ અંધ ’દુનિયા એવા માણસને ખાવા– ગાંડા કહે છે અને એ દુનિયાને આંધળી જાણે છે. જ્યાં માર્ગા જ ફરી જાય ત્યાં પછી. એકવાચતા કયાં થાય? મૂળ કાં મળે ? દુનિયા ગાંડા કહે–ભગડભૂત કહે તેના ઉપર મેગીનુ લક્ષ્ય જ હાતુ નથી. એને દુનિયાની પરવા હાતી નથી. એ દુનિયાને પરભાવમાં લેખે છે, છતાં એને કરૂણા ખૂખ હાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org