________________
૨૯૪
શ્રી શાંતસુધારસ એ જાળને ઉકેલવા જતાં નવ જગ્યાએથી જરા છુટે છે ત્યાં તેર જગ્યાએ બંધાય છે. આ આખો પરને પરિચય મમતામાંથી ઉભે થાય છે અને એ અંદરને સંતાપ છે. જેમાં તાવ આવે ત્યારે માણસને શુદ્ધિ ઓછી થાય છે તેમ મમતા માયાથી તેને અંદર તાવ આવ્યો છે અને એ સંતાપમાં પર–પરિચયનું નિદાન છે. મમતા અને અંતર–તાપ એ નિદાન છે.
વૈદ્ય દવા કરે ત્યારે પ્રથમ વ્યાધિનું નિદાન કરે છે. નિદાન એટલે વ્યાધિના મૂળની શોધ. પછી દવા કરે તેને ચિકિત્સા કહે છે. મમતા અને પરિતાપ એ આત્માને વળગેલા વ્યાધિ છે અને એનું નિદાન થાય છે ત્યારે સમજાય છે કે એનું પરિણામ પરિચયમાં જ આવે છે. વ્યાધિના ચિહ્નો (Symptows) માં પરિચય છે. એનું નિદાન કરતાં એને મૂળ હેતુ જડ્યો. એ નિદાન મમતા અને પરિતાપ છે.
આ પરંપરિચયને તું છોડી દે. તારી સર્વ ઉપાધિઓ આ પર પરિચયથી થઈ છે અને તેનું મૂળ મમતા અને પરિતાપ છે. એને તું છોડી દે. તારે તારાપણું પ્રકટ કરવું હોય તે આ કચરાનો ત્યાગ કર. વ્યાધિની દવા કરવી હોય તે કરી તે જરૂરી પાળવી પડશે અને એ કરીમાં પરપરિચયનો ત્યાગ પ્રથમ સ્થાને આવે છે અને એક બીજી વાત પણ એ કરી (Diet) માં આવે છે તે પણ સમજી લે.
એ કરવાનું કહે છે. તજવાનું શું તે ઉપર કહ્યું. પરંતુ વૈદ્ય અમુક ચીજો ન ખાવાનું કહે તેની સાથે અમુક ખાવું એમ પણ કહે છે. તે પ્રમાણે અનુભવરસના સુખને ભજ. અનુભવ એટલે આત્મસ્વરૂપરમણતા. જરા શાંતિ મેળવીને અનુભવરસને આસ્વાદ કરી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org