________________
અન્યત્વભાવના.
૨૯૩ ધૃણાસ્પદ રમતને તું એક પ્યાદુ થઈ પડ્યો છે. ઘર માંડે છે, છોડે છે અને વચ્ચે ઉડી જા ત્યારે બાજીમાંથી નીકળી જાય છે. આ તે તારી દશા હોય? તું કોના જેવી રમત રમી રહ્યો છે? અને કે પરભાવમાં રમી રહ્યો છે તેને વિચાર કર.
આવી રીતે શરીર પણ પર છે, ધનમાલ-ખજાના પણ પર છે અને કુટુંબના સર્વ માણસ પર છે એટલી હદ સુધી આપણે આવ્યા. એમાં જે રમણતા તે પરભાવરમણતા કહેવાય. એ એક વાર સાચી સમજ્યા એટલે બેડે પાર છે!
૪. આ ઉપર કહેલી વાત બરાબર સમજી જઈને તું પારકાના પરિચયરૂપ પરિણામને છોડી દે. પરિણામ એટલે પરિણતિ અથવા છેવટ. અત્યારે તારૂં સર્વ લક્ષ્યબિન્દુ પર ઉપર છે. તે વિચાર કરે છે ધનના, તું વાત કરે છે નોકરી કે વ્યાપારની, તું ચર્ચા કરે છે. રાજ્યની, તું ઘાટ ઘડે છે દુનિયામાં યશ મેળવવાના, તું વાંચે છે, વિચારે છે, બેલે છે સર્વ પરને માટે, પરમાં તારા શરીરને પણ સમાવેશ થઈ જાય છે તે વાત આ ભાવનામાં ખૂબ યાદ રાખજે. તને મેહ મદારીએ દારૂ પાઈને એ મસ્ત બનાવી દીધો છે કે તારું આખું ધકધ્યાન પરમાં છે, પર માટે છે, પર પરત્વે છે.
આવી રીતે પર-પરિચયની પરિણતિમાં અથવા પર–પરિચયના પરિણામમાં તું આખે વખત રમ્યા કરે છે અને એ પર–પરિચયને મૂળ હેતુ મમતામાં તેમજ પરિતાપમાં છે. તને પર ઉપર એવી તે મમતા લાગી છે કે તું તારાં કુટુંબ, તારા વ્યાપાર અને તારા ઘરબારને તારા માનીને, એટલી નાની તારી દુનિયાને આખી દુનિયા ગણી તું બંધાયા કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org