________________
૨૯૨
શ્રીષ્ણાંતસુધારસ માટે ઝરૂખા કર્યા, નાની–મોટી લાઈબ્રેરી કરી, બેસવા માટે સગવડ કરી, ખાવાપીવા માટે સામાન વસાવ્યું, સ્ટોરરૂમ અલગ કર્યો, દાણા ભરવાનાં ઠામે વસાવ્યાં.
ઉપરાંત વ્યાપાર, પૈસા, વ્યાપારની ચીજે, નાણાની કથળીઓ, તિજોરી વિગેરે અનેક ચીજો વસાવી; પણ એ સર્વ મૂકીને અંતે ચાલ્યા જવું પડશે. જે જહાંની તે તહાં રહી રે, કેઈ ન આવી સાથે તે. જે ક્યાં હતું તે ત્યાં રહી ગયું. આ સર્વ પરભાવની રમણતા, પરને પોતાનાં માનવાની ભૂલનાં પ્રાયશ્ચિત્ત, અવિશ્વાસ્ય ઉપર વિશ્વાસ કરવાનાં દારૂણ પરિણામ.
દીકરા થયા, કોઇના ભાઈ થયા, કોઈના પિતા કહેવાયા, કેઈના ભત્રીજા થયા, કેઈના ભાયાત થયા, કેઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુંબને છેડી “છેડે છેડી રે ચાલ્યા એકલા, હાર્યો જેમાં જુગાર રે’ એવી વાત થશે. જે પોતાનાં નથી, જેમાં સ્વ જેવું કાંઈ નથી, તેને પિતાનાં માન્યાં, તેને ઘરનાં ગણ્યાં એનાં એ સર્વ વિપાક છે.
એને સાર એ છે કે એવી રીતે એકઠો કરેલો પરિગ્રહ કે કુટુંબ કઈ પછવાડે આવતાં નથી. એ તો જ્યાં હોય ત્યાં પડ્યા જ રહે છે. કોઈ પણ પ્રકારનું અનુસરણ એનું થતું નથી એ આપણે અહીં પણ જોઈએ છીએ. જેઓ મેટી મિલ્કત મૂકી જાય છે તેને પણ ચાર કે એક જ નાળીએ બંધાવે છે અને એનું આખું કુટુંબ અહીં જ રહી જાય છે. તું એવી જ રીતે પછવાડે અનેક કુટુંબને રડાવીને અહીં આવ્યા છે. આ સર્વ જાળ છે, રમત છે, વિલાસ છે. આવી અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org