________________
અન્યત્વભાવના.
૨૯૧
ત્યારે તું એ શરીરને તારું પોતાનું માનીને આ સર્વ શું કરી રહ્યો છે? એને જરા તાવ આવે તો ડોકટરને ટેલીફેન ઉપર ટેલીફેન કરી મૂકે છે અને જરા શરદી થાય તે ગળે ગરમ રૂમાલ લપેટે છે અને જરા હાથ–પગ દુ:ખે ત્યાં પછાડા મારવા મંડી જાય છે ! આ સર્વ હકીક્ત ઉચિત થાય છે કે કેમ? તે તું વિચાર.
સર્વથી વધારે નજીક તારૂં શરીર છે. એને તો તું જરૂર તારું પોતાનું માને છે, પણ એને પોતાનું માનવાની ભૂલ કરીને તું નકામે હેરાન થાય છે. જે ! જ્યારે તારામાં માંદગી આવશે, તારા સાંધાઓ તૂટવા માંડશે ત્યારે એ તને છોડી જશે. આવા શરીરને વિશ્વાસ કેટલે કરવાનો હોય ? એને પિતાનું માનવાની ભૂલ તે ભારે જબરી ખલના ગણાય. તારી આખી માન્યતા કેટલી ખોટી છે તે તને આ ઉપરથી જણાશે. તારું શરીર જ તારૂં નથી, પછી આગળ તે કેટલી વાત કરવાની હોય ? પહેલે કાળીએ જ માખી આવે છે ત્યાં વાત કયાં સુધી જશે તે તું સમજી જા.
આનું નામ પરભાવરમણુતા, પરને પોતાના માનવાની ભૂલ અને એને પરિણામે ઉભું કરેલું ક૯પનાજાળનું તોફાન. અન્યત્વ ભાવના કયાંથી શરૂ થાય છે તે અત્ર બરાબર વિચારવું.
. હવે જરા આગળ ચાલે. ઘર વસાવ્યાં, સુંદર ફરનીચર લીધું, ઠામ-વાસણ વસાવ્યાં, બસો-પાંચ સે માણસને જમાડવા જેટલાં તપેલાં લીધા, ચપોલીસ કરાવ્યા, પલંગે મંડાવ્યા, મચ્છરદાનીએ ચઢાવી, ઈલેકટ્રીક ફીટીંગ્સ કરાવ્યાં, બાથરૂમેમાં ટાઈસ જડાવ્યાં, કઈક કઈક સગવડે કરી. કપડાં કરાવ્યાં, પાટો ભર્યા, નાની નાની સગવડે બેઠવી, થેડે વખત ઝૂકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org