________________
૨૯૦
શ્રી•શાંત•સુધારસ
આત્મત્યાગ કર્યા, ભાગેા આપ્યા અને તેની ખાતર રન્યા, એના ભાગ વહેંચવા સર્વ આવશે, પણ અંતે તારી મહાયાત્રા નીકળશે ત્યારે તારી સાથે કોઇ આવનાર છે ? તારી કરણી કેવી છે તે તે તુ જાણે છે અને તેને પરિણામે તારી ગતિ કેવી થવી જોઇએ તે તું કલ્પી શકે તેવી ખાખત છે, તેા ત્યાં તને કેાઈ બચાવી શકશે ? કેાઈ તને રક્ષણ આપશે? આ રીતે તારૂ ઘર તપાસ અને તારી ચીજોના હિસાબ મુદ્દામ આંકડાસર મૂક. સ્રી, પુત્ર, ભાઇ, દિકરા વિગેરેના સ્નેહ કેવા છે તે સંબંધે નોંધાયલા દાખલાએ અંતિમ અવલેાકનમાં નોંધવામાં આવશે ત્યારે તને વિચાર થઇ પડશે કે પરભવમાં તે કાઇ રક્ષણ આપે તેમ નથી; પરંતુ આ ભવમાં પણ તે માની લીધેલા સ્નેહીમાં માત્ર સ્વાર્થ સિવાય બીજું કાંઇ નથી તે વાત પણ હવે પછી થશે. અત્યારે લાંબી નજરે જોતાં તારાં કર્મ તારે જ ભોગવવાનાં છે અને કાઇ તારી વતી આડુ સૂનાર નથી તે તું યાદ રાખજે.
ર. તું કેણ ? તું દેવચ'દ ! તારા હાથ, પગ, મ્હાં એમાંનુ કાઇ દેવચંદ છે ? ત્યારે તુ કાણુ ? જે શરીર અત્યારે હાલેચાલે છે, ખાય-પીએ છે તે થાડા વખત માટે છે અને તે તુ નથી. જો અમુક પરમાણુઓના સંચયને ‘દેવચંă’ નામ અપાયું હાય તે જે દિવસે એ ઠંડુ પડી જશે તે દિવસે એને જેમ અને તેમ જલ્દી ઠેકાણે પાડવાની-એને બાળી મૂકવાની કે ભૂદાહ કરવાની ત્વરા થશે. એ તું છે ? અત્યારે તુ અને પંપાળે છે, ચાળે છે, ચાંપે છે, મન કરે છે, સાબુથી હૅવરાવે છે, મૂલ્યવાન મસાલા અને વસાણાં ખવરાવી પુષ્ટ કરે છે તે તારૂં' નથી, તારી સાથે આવવાનુ નથી, તારા નિર ંતર વિશ્વાસમાં રહેવાનુ પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org