________________
અન્યત્ત્વભાવના.
૨૮૯
ઉતરાવવા હાય ત્યારે જેટલી વિગત તૈયાર કરે છે તેટલી ખારીકીથી તારૂં ઘર જોઈ જજે.
જો ! પ્રથમ તે તપાસ કર કે તારૂં શરીર, તારા પૈસા, તારાં કરાં, તારાં ઘર, તારાં સગાં અને વિગેરેમાં તારી સ્ત્રી, તારા મિત્રા અને તારા સંબંધીએ કે જેની ખાતર તું અનેક ઉન્માદ કરી રહ્યો છે તેમાંથી કાણુ તારૂં છે ? એની કસેાટી એક બતાવીએ. જ્યારે તું અહીંથી ઉચાળા ભરીને મોટા ગામતરે જઇશ, જ્યારે તુ મહાપંથે પડી જઈશ, જ્યારે તું મહાનિદ્રામાં પડીશ, જ્યારે તુ' મહાયાત્રાએ નીકળીશ ત્યારે તને યુતિમાં પડતાં એમાંનાં કાણુ રક્ષણ આપશે ? તે વખતે તારા જન્મે માજીએ કરેલા સરવાળાની રકમા કે તારી તિજોરીમાં પડેલાં ઘરેણાંઓ કે તારા સ્ત્રી પુત્ર પરિવારમાંથી કોઇ આડા હાથ આપશે ?
અરે! પરભવની વાત જરા થાડા વખત બાજુએ મૂકીએ તે અહીં પણ એ સ્નેહ સ્વાર્થ સુધીના જ છે એ વાતમાં શંકા રહે તેમ નથી. ઘરડાં માબાપ તરફ પુત્રો કે પુત્રવધૂએ કઈ નજરે જુએ છે તે ઉપર ઉલ્લેખ કરવાની જરૂર ન હાય. સાત-સાત દીકરે ડાસાઓને અકળાઈ જવું પડે છે અને એને જમવાના વારા’ કરવા પડે છે એ અજાણી વાત નથી. આ કદાચ આકરી વાત હોય તેા નોંધાયલા દાખલાઓના પણ પાર નથી; પરંતુ એક વાત તે સિદ્ધ છે કે એમાંનાં કાઈ પશુ પરભવમાં સાથે આવનાર નથી અને દુર્ગતિમાં પડતાં રક્ષણ કરનાર નથી.
(
જો! તે ખાતર તેં ઉજાગરા કર્યા, ચિંતા કરી,
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org