________________
પ્રવેશક.
નથી, પણ એ કક્ષામાં બહુ ઓછા જો હેવાથી આપણે તેને વિચાર કરવાનું નથી. આ વિચારણામાં જ્યાં જ્યાં વિચારણા કરી છે ત્યાં ત્યાં આપણા જેવી સામાન્ય વ્યક્તિને ઉદ્દેશીને છે એમ સમજવું અને સાથે એટલું લક્ષમાં રાખવું કે એ કક્ષામાં લગભગ ઘણાખરા માનનો સમાવેશ થાય છે.
દરેક પ્રાણ કોઈક વસ્તુની ઇચ્છા તો જરૂર રાખે છે. એની ક્રિયાને સાધ્ય કે હેતુ લેતા નથી, છતાં ઘણાખરા પ્રાણુઓને પૂછીએ તો એ વાત કબુલ નહિ કરે. એ જરા ઉંડી વિચારણાની હકીકત હાઈ એને ખ્યાલ સ્પષ્ટ રીતે દરેકને આવા મુશ્કેલ જણાય છે અને સ્વીકાર તો લગભગ અશક્ય જ ગણાય. ત્યારે આપણે ઉપર ઉપરને ખ્યાલ લઈએ તો માલૂમ પડશે કે પ્રત્યેક પ્રાણુની વાંછા “સુખ મેળવવાની હોય છે. આ સુખને ખ્યાલ ઘણીખરી વખત તદ્દન અવ્યવસ્થિત હોય છે. કોઈ ખાવાપીવામાં સુખ માને છે, કઈ કેલર નેકટાઈ પહેરવામાં સુખ માને છે, કેઈ ફ્રોક કોટ અને ટોપહેટ પહેરવામાં સુખ માને છે, કઈ વાયેલ અને રેશમી વસ્ત્રમાં સુખ માને છે, કઈ ભ્રમરની જેમ સ્ત્રીઓમાં રમણ કરવામાં સુખ માને છે, કોઈ રૂમાલમાં સેન્ટ કે માથામાં અત્તર લગાડવામાં સુખ માને છે, કોઈ નાટક–સીનેમા જેવામાં સુખ માને છે, કેઈ હારમોનિયમ, પિયાને સાંભળવામાં સુખ માને છે, કઈ દિલરૂબા સતાર સાંભળવામાં મજા લે છે, કોઈ ઉસ્તાદ ગાયકના ગાનમાં મેજ માણે છે, કેઈ સુંદરીના નાચમાં મેજ માણે છે, કેઈ સુંદરી સાથે નાચવામાં આનંદ માણે છે વિગેરે વિગેરે સુખના ખ્યાલે અનેક પ્રકારના હોય છે. છે કઈ પણ “સુખ’ સ્થાયી રહેતું નથી. સુખની મુદ્દત ઘણી ટૂંકી હોય છે અને માનેલ સુખ પણ જ્યારે પૂરું થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org