________________
શ્રી શાંતસુધારસ
પછવાડે કચવાટ મૂકી જાય છે. દૂધપાકના સબડકા લેનારને માત્ર બેથી ચાર સેકંડ સુખ પ્રાપ્ત થાય છે, પણ પછી શું ? અને સુખને માટે બીજી વાત એ છે કે જ્યારે એ દિવસે વહી જાય છે અને તેનાથી ઉલટી સ્થિતિ આવે છે એટલે કે ખુબ ખાનારને ભૂખમાં દહાડા કાઢવા પડે છે ત્યારે આગળ ભેગવેલ સુખ તેને કાંઈ કામ આવતું નથી, તેનું સ્મરણ ઉલટું દુઃખ આપે છે અને સુખને વખત સર્વદા તો રહેતા જ નથી. ત્યારે કઈ પણ પિદુગલિક સુખ કલ્પીએ, એની સ્થિતિ વિચારીએ અને એની ગેરહાજરીમાં થતી મનની દશા વિચારીએ તો એ માની લીધેલા સુખમાં પણ કાંઈ દમ જેવું રહેતું નથી, કાંઈ ઈચ્છવા જેવું રહેતું નથી, કાંઈ એની પાછળ પડી મરવા જેવું રહેતું નથી.
જે સુખ સ્થાયી ન હોય, જે સુખની પછવાડે દુઃખ આવવાની સંભાવના હોય એને સુખ કેમ કહેવાય ? ત્યારે આ તે. પાછી ફસામણી થઈ. બીજી રીતે જોઈએ તો શક્તિસંપન્ન માણસ શક્તિનો ઉપગ કરી થોડી વસ્તુઓ કે ધન મેળવે, એ. ધન કે વસ્તુના સાધનોથી મુંજશેખ માણે, મોજશેખને પરિણામે અધ:પાત થાય. આ રીતે તો એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પડવાનું જ થાય. એમાં કાંઈ છેડે દેખાતો નથી, પાર આવતો નથી, કાંઠે માલુમ પડતો નથી. ત્યારે હવે કરવું શું ? જવું ક્યાં ? આમ ને આમ ચક્કરમાં ઉપર-નીચે આવ્યા કરીએ અને થોડા વખત મનમાં સુખનાં સ્વપ્નમાં વિચરીએ એ તે કાંઈ વાજબી વાત છે? કરવા જેવી વાત છે? ત્યારે કઈ એવું “સુખ’ શેધીએ કે જે હંમેશને માટે ટકી રહે અને એની પછવાડે ઉપર કચવાટ જેવી જે સ્થિતિ વર્ણવી છે તેવી કદિ ન થાય. હંમેશને માટે “સુખ” મળે તે એક ખાડામાંથી બીજામાં પડવાને ભય મટી જાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org