________________
અન્યત્વભાવના.
૨૮૭ દર્શનમાં શુદ્ધ માર્ગને સાચો ખ્યાલ અને તે ધોરણે જે માર્ગ ન પહોંચે તેને છોડી દેવાને દઢ સંકલ્પ.
ચાત્રિમાં વિશિષ્ટ વર્તન, સગુણાનું ગમે તે ભોગે આસેવન અને ભવચેષ્ટાને ત્યાગ. | દર્શનને શ્રી સિદ્ધર્ષિએ “તત્વમીતિકર જળ” નામ આપ્યું છે અને ચારિત્રને “મહાકલ્યાણ ( ક્ષીર ) ભેજન ” નું નામ આપ્યું છે.
આ ત્રણ ચીજ જ્યાં હોય ત્યાં ચેતન ! તુ છે, એ ત્રણ મય તું જ છે. એ સિવાય સર્વ અન્ય છે, પર છે, તારાથી જુદું છે, પારકું છે, દૂરનું છે. પારકાએ તારા ઘરમાં પેસીને તારા કેવા હાલહવાલ કર્યા છે તે તેં જોયું.
પારકાને સમજુ માણસ ઘરવાસ કરાવે નહિ. તેમાં પણ જે ચાર હાય, ભરાડી હોય, ઘર ફાડનાર હોય, દગાબાજ હોય, ઘરધણુને ઉંઘતે વેચનાર હોય તેને તે કદી વિશ્વાસ થાય જ નહિ. અને તું જાણે છે કે “પારકી આશ સદા નિરાશ.” ઘરનાં મૂલ્યવાન રત્ન છેડી પારકા જેટલા ને બચકા ભરવા જવું એ તો શ્વાનવૃત્તિ કહેવાય. મહામૂલ્યવાન રત્નના માલેકને એ શેભે નહિ, છાજે નહિ, ઘટે નહિ.
ત્યારે તારું શું છે અને પારકું શું છે તે તારા સમજવામાં આવ્યું. તું ખાલી ભરમાઈ જઈ કેફ કરી મુંઝાઈ ગયે છે, છતાં મહાતિમિરમાં પણ તારી આંખે સાચી વાત દેખાણ છે, સાચી વાત સમજાણું છે, તારાં પિતાનાંની તને પીછાન થઈ છે અને પર તે પર છે તે સમજાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org