________________
૨૮૬
શ્રીશાંત-સુધારસ પણ એ સર્વ પરભાવમાં વિલાસ છે અને તારા જેવા મહત્વ ત્વાકાંક્ષીને શરમાવનાર છે.
( પ.) પારકાને ઘરમાં પેસાડ્યો તે વિનાશ કરે છે. આ પ્રાણ પારકી ચિંતા કરે છે, એના સર્વ પ્રયાસ ઈચ્છા અને આદર્શો પરકીય છે અને એને જે અનેક પડા-ઉપાધિ થાય છે તેનું મૂળ પરકીય વિલાસ છે. આ ચાર મુદ્દા સ્પષ્ટ થયા.
હવે બહુ મુદ્દાની વાત છેવટે કહી દે છે. પરભાવમાં રમણ, પરમાં વિલાસ, પર ઉપભેગ અને પરમાં વૃદ્ધિ એ તો ખૂબ થઈ, પણ તું કેણ? તારું શું ? એ વાત સમજી લે એટલે એ જ્યાં ન હોય તે સર્વ પારકું છે એટલું પૃથક્કરણ થઈ જાય. આખા શાસ્ત્રને સાર કાઢીને બધી વાતનું રહસ્ય બહુ ટૂંકામાં કહી દે છે કે –
“જ્ઞાન ૧, દર્શન ૨ અને ચારિત્ર ૩ એ ત્રિરંગી ચિલ્ડવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે અન્ય છે.”
જ્યાં આ ત્રિરંગી વાવટે ન હોય ત્યાં ચેતનજી! તું નથી. એ ત્રણ સિવાયની સર્વ ચીજો અન્ય છે. આ વાત તું સમજી છે. જ્ઞાનમાં પણ જેને હરિભદ્રસૂરિ વિષય-પ્રતિભાસ જ્ઞાન અથવા આત્મપરિણતિમત્ જ્ઞાન કહે છે તે નહિ પણ જેને તેઓશ્રી તત્ત્વસંવેદન જ્ઞાન કહે છે એ એનું પ્રથમ ચિહ્ન છે? જેને શ્રી સિદ્ધર્ષિ ગણિએ વિમળાલેક અંજન કયું છે તે.
૧ હારિભદ્રી અષ્ટકમાં આઠમું અષ્ટક જ્ઞાનાષ્ટક છે તેમાં એ ત્રણે પ્રકારના જ્ઞાનની સમજણ આપી છે. આત્મપરિતિમત જ્ઞાન સમકિત દૃષ્ટિને હોય છે પણ તેમાં હે પાદેય પ્રત્યે પ્રવૃત્તિ નિવૃત્તિ ન હોવાથી તેને પણ સ્વીકાર એગ્ય ગણ્યું નથી. તત્ત્વસંવેદન જ્ઞાનમાં પાદેયની સમજણ સાથે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ચારિત્ર હોય છે તેથી તે જ્ઞાન જ અનંતર કે પરંપર મોક્ષને આપનાર છે. તત્ત્વપરિણતિમત જ્ઞાન પરંપર મોક્ષદાતા થાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org