________________
અન્યત્વભાવગ્ના.
૨૮૫
પીવામાં આવે, તને મજા નાટક સિનેમા જોવામાં આવે, તને લહેર નાચપાટીંના જલસામાં આવે, તને વૈભવ સ્ત્રીઓની આંખમાં દેખાય, તને મજા વેપારની વાતમાં આવે, તેને એકાગ્રતા કૌભાંડ રચવામાં, કારસ્થાને કરવામાં, અન્યને છેતરવામાં થાય ત્યારે તને તે શું કહેવું? જે કારણે તું કદર્થના સહેતે આવ્યા છે તે જાયાં છતાં પાછે તેમાં જ રસ પામે છે ત્યારે તેં ધાર્યું છે શું ? તને જરા લાજ પણ આવતી નથી ? તું પીડા થાય ત્યારે પક મૂકીને રડવા બેસે છે અને વળી પાછો તેના તરફ જ દોડતો જાય છે ત્યારે આને તારી અક્કલ કહેવાય કે તારી હુંશિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ?
તને જે ભયંકર યાતનાઓ સહન કરવી ગમતી હોય તો ખુશીથી પરભાવમાં રમણ કર, પણ લેખક મહાશય તારૂં મન જાણે છે. તેઓને ખબર છે કે તને કષ્ટ કે કદર્શના જરા પણ ગમતાં નથી. ત્યારે જે કારણે એ પીડા થાય છે તે જાણ્યા છતાં તે જ કારણે ફરી ફરીને સેવી રહ્યો છે ત્યારે તારી ઈચ્છા અને તારા કાર્યને કેટલો વિરોધ છે તેને હું વિચાર કર. આ પરભાવની બાળરમત કયાં સુધી રમ્યા કરીશ ? અને છતાં તેનાં પરિણામ દૂર કરવાની તીવ્ર ઈચ્છા છેડી શકતો નથી. તું યાદ રાખજે કે તારે દરેક નાનાં-મોટાં કાર્યના હિસાબ આપવાના છે. હજુ પણ વિચાર અને તારી પરભાવરમણતાથી શરમા. તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે હજુ આટલું નાચે છે ત્યાં તારૂં મન કયાં દોડી જાય છે તે તપાસી જેજે અને જરા ઉડે ઉતરજે. આવું શરમભરેલું–પોતાની જાતને હલકા પાડે તેવું વર્તન કેટલો વખત ચલાવી લઈશ? અજ્ઞાન અને મેહદશાને પરિણામે તારી શરમ ઉડી ગઈ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org